Gujarat

જામનગર પોલીસકર્મી પ્રેક્ટિસમાં ન ગયા અને અન્યને મોકલતા તમામની ટ્રાન્સફર

જામનગર,
જામનગર પોલીસમાં દર વર્ષે ફાયરિંગ પ્રેક્ટિસ ચાલુ હોય છે જેમાં તબક્કાવાર તમામ પોલીસે ભાગ લેવાનો હોય છે અને પોતાના ભાગે આવેલી ફાયરિંગ કરવાનું ફરજિયાત હોય છે. પરંતુ સિટી-બી ડિવિઝન ડી-સ્ટાફના કર્મચારી તેમજ અન્ય લોકોએ પોતે ફાયરિંગ પ્રેક્ટિસમાં ભાગ લઈ બીજા કર્મચારીઓના ભાગની ગોળીઓ ફોડી નાખતા આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીને થતા તેમણે આ અંગેનો રિપોર્ટ જિલ્લા પોલીસવડાને કરતા પોલીસવડાએ તાત્કાલિક સિટી-બીમાં ફરજ બજાવતા શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજાને કાલાવડ ગ્રામ્ય, રવિન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજાને ધ્રોલ, ફૈઝલ મામદભાઈ ચાવડાને કાલાવડ ગ્રામ્ય, ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાને ધ્રોલ, દેવસુર મીરાભાઈ સાગઠિયાને ધ્રોલ, વિરેન્દ્રસિંહ સુરૂભા ઝાલાને કાલાવડ ગ્રામ્ય, અર્જુનસિંગ રામદેવસિંગ જાડેજાને ધ્રોલ તેમજ ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને તાકીદે અસરથી બદલી કરી નાખવામાં આવી હતી. સામે પંકજ ખીમાભાઈ વાઘેલા, જીતેન્દ્ર ખુમાનસિંહ જાડેજા, ક્રિપાલસિંહ પ્રતાપસિંહ સોઢા, મયુરસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ગીતાબેન હરદાસભાઈ ગોજીયા અને ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજાને સિટી-બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે. ઘરે જે લોકો સૂતા હતા અને તેમના ફાયરિંગ થઈ ગયા તેમજ તેને મદદ કરનાર કર્મચારી બંને પર તવાઈ ઉતરતા જામનગર પોલીસબેડામાં ચકચાર જાગી છે.જામનગર શહેરના સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની પ્રેક્ટિસમાં ઘરમાં સૂતા હોય તેનું ફાયરિંગ કરનાર પોલીસમેનો અને જે ઘરે સૂતા હતા તે તમામ સિટી-બી ડિવિઝનના પોલીસની રિપોર્ટના આધારે તાત્કાલિક જિલ્લા પોલીસવડાએ બદલી કરી નાખતા પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *