વલસાડ,
વલસાડ ઉત્કપર્ષ મહિલા એસોસિયશનના પ્રમુખ વૈશાલીબેને જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા મહિલાઓ પગભર બને તે હેતુ ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ જેવી કે, અગરબત્તી, બાંબુ ક્રાફટ, મધ, આર્ટીફિશીયલ જ્વેલરી, જ્યુટબેગ, હેન્ડીચક્રાફટ, જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉત્કર્ષ મહિલા એસોસીએશન છેલ્લા ૧૫ વર્ષથી વલસાડ ખાતે જિલ્લાની આદિજાતિ બહેનો માટે કાર્યરત છે. ઉમા સંસ્થા દ્વારા નાબાર્ડ, યુપીએલના સીએસઆર દ્વારા તથા અન્ય સંસ્થાનો સાથે મળી જિલ્લાના વિવિધ ગામોમાં આર્ટીફીશીયલ જ્વેલરી, હેન્ડીક્રાફટસ, બામ્બુક્રાફટ, મધ, અગરબત્તી, ગારમેન્ટ મેકિંગ જેવી વિવિધ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આ મહિલાઓને યોગ્ય માર્કેટિંગ મળી રહે તે માટે કેવલ આર્ટ દ્વારા ઉમા સંસ્થાની મદદથી ‘કર્વ’ નામના પ્રોજેકટને ધ્યાનમાં રાખી વલસાડ ખાતે આઉટલેટ બનાવવામાં આવ્યું છે. આ કેવલ આર્ટનું સંપૂર્ણ મોનીટરિંગ સંસ્થાના કો-ઓર્ડિનેટર રાજેશભાઇ પ્રજાપતિ કરશે. કાર્યક્રમમાં ડીડીએમ નાબાર્ડ, ગૌરવ કુમાર, યુપીએલના રાકેશકુમાર, આશાપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઈ, સત્યજીત, રાકેશકુમાર હાજર રહ્યા હતાં.વલસાડમાં મહિલા એસોસિયશન દ્વારા એસએચજી દ્વારા જિલ્લાની ગ્રામીણ બહેનો દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલી ચીજ-વસ્તુઓના વેચાણ માટે તાઈવાડ રોડ, આઝાદચોક વલસાડ ખાતે વેચાણ કેન્દ્ર- કેવલ આર્ટને ધારાસભ્યત ભરતભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.મહિલા દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું જાતનિરીક્ષણ કરી સ્ટોરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉત્કર્ષ મહિલા એસોસિયેનના કો-ઓર્ડીનેટરની દેખરેખ હેઠળ જિલ્લાની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુરઓનું વેચાણ કરી બહેનોને સક્ષમ કરવા ઉદ્દેશ્ય પૂરો પાડશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
