Gujarat

પારડી પાલિકામાં સેવા સેતુ કાર્યક્રમમાં ૨૨૦ અરજીનો નિકાલ

પારડી,
આઘાર કાર્ડને લગતી ૪૮,રેશનકાર્ડને લગતી ૨૩,ઇ શ્રમની ૧૦,માં વાત્સલ્ય કાર્ડની ૧૫,બેંકને લગતી વિવિધ અરજીઓ ૬૧, સુરક્ષા વીમા યોજની ૮,વૃદ્ધ પેન્સનને લગતી ૧,સ્વનિધિ લોન ની ૧૮,ગુમાસ્ત ધારા માટે ૫, મળી કુલ ૨૦૬ અરજી ઓ આવી હતી આ સાથે મેડિકલ ટિમ ઉપસ્થિત રહી પ્રથમ અને બીજાે ડોઝ મળી કુલ ૫૬ લોકોએ વેકસીન મુકાવી હતી. આમ આજના કાર્યક્રમમાં વ્યક્તિલક્ષી લોકોની રજૂઆતો અને અરજીઓનો તેમજ વેક્સિનેશન સાથે ૨૨૦ જેટલી અરજીઓનો સુખદ નિકાલ કરાયો હતો.પારડી નગર પાલિકા દ્વારા નેશનલ હાઇવે સ્થિત ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ચીફ ઓફિસર પ્રાચી દોશી, પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ,ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, શહેર પ્રમુખ અને બાંધકામ ચેરમેન રાજેશભાઈ પટેલ, વિવિધ ખાતાના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિતિ વચ્ચે સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *