Gujarat

ગીત ગાયકે એક વ્યક્તિને ચપ્પલ મારતો વિડીયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાઈરલ

ગીત ગાયકના વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી, કહ્યું “અજીબ અજ્ઞાનતા, શરમજનક કૃત્ય”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટિ્‌વટર) પર એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં રાહત ફતેહ અલી ખાન એક વ્યક્તિને ચપ્પલ વડે મારતો જાેવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેનો નોકર છે. તે માણસને મારતી વખતે તે પૂછે છે કે બોટલ ક્યાં ગઈ. વીડિયોમાં જાેઈ શકાય છે કે પહેલા તે પોતાના નોકરને માર મારે છે અને પછી તેને ખેંચે છે. વીડિયો સામે આવતાની સાથે જ લોકોએ તેને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવાનું શરૂ કર્યું.

આ કારણે રાહત ફતેહ અલી ખાનને પણ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તેમના વિશે લખી રહ્યા છે કે તેઓ સારા ગાયક હોઈ શકે છે, પરંતુ તેઓ સારા વ્યક્તિ નથી. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કમેન્ટ કરી કે, “આ ખૂબ જ શરમજનક કૃત્ય છે.” અન્ય એક યુઝરે લખ્યું, “અજીબ અજ્ઞાનતા.” તો અન્ય એક યુઝરે લખ્યું, “ખૂબ જ શરમજનક”. આ વાયરલ વીડિયો પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે અને લોકો રાહત ફતેહ અલી ખાનને જાેરદાર ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવાની સાથે ટ્રોલ થવાનો મામલો વધી ગયા બાદ, રાહત ફતેહ અલી ખાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

રાહત ફતેહ અલી ખાનનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે, આ ગુરુ અને શિષ્ય વચ્ચેનો મામલો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે શિક્ષક અને શિષ્ય વચ્ચેનો સંબંધ આવો હોય છે, જ્યારે તે કોઈ સારું કામ કરે છે ત્યારે અમે તેને પ્રેમ કરીએ છીએ અને જાે તે ભૂલ કરે તો તેને સજા પણ કરીએ છીએ. બોટલમાં દારૂ હોવાના દાવા પર તેણે કહ્યું કે તેમાં દારૂ નથી પરંતુ પવિત્ર જળ છે.

રાહત ફતેહ અલી ખાન એક એવા ગાયક છે જે લાંબા સમયથી પોતાના અવાજથી લોકોને દિવાના બનાવી રહ્યા છે. તેણે પાકિસ્તાનમાં ઘણા ગીતો ગાયા છે. આ સિવાય રાહત ફતેહ અલી ખાને બોલિવૂડમાં પણ કામ કર્યું છે. તેણે ૨૦૦૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પાપ’થી પ્લેબેક સિંગર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે આ ફિલ્મ માટે ‘મન કી લગન’ નામનું ગીત ગાયું, ત્યારબાદ તેણે હિન્દી સિનેમાને બીજા ઘણા ગીતો આપ્યા. જાેકે હવે આ વીડિયો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *