Entertainment

ગાયક બીપ્રાકના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી જતા એક મહિલાનું મોત, ૧૭ ઘાયલ

દિલ્હીના કાળકાજી મંદિરના સંકુલમાં આયોજિત જાગરણ કાર્યક્રમમાં મોટો અકસ્માત થયો હતો. અહીં કાર્યક્રમ દરમિયાન અચાનક જ સ્ટેજ તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. અકસ્માત સમયે જાણીતા ગાયક બી પ્રાક સ્ટેજ પર હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બી પ્રાકના ચાહકોની ભીડ તેની નજીક જવાનો પ્રયાસ કરી રહી હતી. જેના કારણે સ્ટેજ પર વજન વધી ગયું હતું.

મળતી માહિતી મુજબ કાળકાજી મંદિરમાં છેલ્લા ૨૬ વર્ષથી ધાર્મિક કાર્યક્રમ માતા જાગરણનું આયોજન કરવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકપ્રિય ગાયક બી પ્રાક પણ આવ્યા હતા. જેના કારણે કાર્યક્રમમાં ભારે ભીડ જાેવા મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આયોજકોએ આ કાર્યક્રમ માટે ઔપચારિક પરવાનગી લીધી ન હતી. જાેકે, માહિતી મળતાં પોલીસે સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા માટે પૂરતા પ્રમાણમાં પોલીસકર્મીઓ ફરજ પર તૈનાત કરી દીધા હતા.

મળતી માહિતી મુજબ જ્યારે ગાયક બી પ્રાક સ્ટેજ પર આવ્યા ત્યારે અણધારી રીતે ભીડ વધવા લાગી. રાત્રે ૧૨.૩૦ વાગ્યા સુધીમાં લગભગ ૧૫૦૦-૧૬૦૦ લોકો ત્યાં પહોંચી ગયા હતા. આમાંથી કેટલાક લોકો બી પ્રાકની નજીક જવાની રેસમાં સ્ટેજ પર ચઢવા લાગ્યા. જેના કારણે થોડી જ વારમાં પ્લેટફોર્મ વધુ પડતું વજન સહન ન કરી શક્યું અને એક તરફ ઝૂકવા લાગ્યું. આયોજકોના જણાવ્યા અનુસાર, ફૈંઁ પરિવારોના બેસવા માટે મુખ્ય સ્ટેજની નજીક એક ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ લાકડા અને લોખંડની ફ્રેમથી બનેલું હતું. આ પ્લેટફોર્મ પર ક્ષમતા કરતા વધુ લોકો ચઢી ગયા હોવાથી આ અકસ્માત થયો હતો.

અકસ્માત બાદ પોલીસ અને આયોજકોએ તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા છૈંૈંસ્જી ટ્રોમા સેન્ટર અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્યમાં મદદ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં કુલ ૧૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી ૪૫ વર્ષની મહિલાનું મેક્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. દિલ્હી પોલીસે આ મામલામાં આયોજકો વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *