IPL ૨૦૨૪ શરૂ થવાના બે મહિના પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ૈંઁન્નું ટ્રેલર બતાવ્યું હતું. ફાફ ડુ પ્લેસિસ હાલ શાનદાર ફોર્મમાં છે. તેના ફોર્મમાં હોવાનો લેટેસ્ટ પુરાવો દક્ષિણ આફ્રિકા ્૨૦ લીગ મેચમાં જાેવા મળ્યો હતો. ૨૯ જાન્યુઆરીની સાંજે રમાયેલ મેચમાં ડુ પ્લેસિસે વિરોધી ટીમના બોલરોને ધોઈ નાખ્યા હતા. ફાફ ડુ પ્લેસિસે તેના ઓપનિંગ પાર્ટનર સાથે મળી માત્ર ૫.૪ ઓવરમાં જ ટાર્ગેટનો પીછો કરી વિરોધી ટીમના બોલરોનો સફાયો બોલાવી દીધો હતો. વરસાદ અવરોધ વચ્ચે રમાયેલ આ મેચમાં વાદળોનો વરસવા બંધ થયા બાદ ડુ પ્લેસિસ અને તેના ઓપનિંગ પાર્ટનરના બેટમાંથી મેદાન પર રનનો વરસાદ જાેવા મળ્યો હતો.
વરસાદના કારણે T૨૦ હોવા છતાં ૨૦-૨૦ ઓવરની મેચ રમાઈ શકી ન હતી. ડ્ઢન્જી નિયમ હેઠળ, મેચ ૮-૮ ઓવરમાં રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉને પ્રથમ બેટિંગ કરતા ૮ ઓવરના ક્વોટામાં ૩ વિકેટ ગુમાવીને ૮૦ રન બનાવ્યા હતા. મતલબ ફાફ ડુ પ્લેસિસની ટીમ જાેહાનિસબર્ગ સુપર કિંગ્સને ૮૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જાેહાનિસબર્ગ સુપર કિંગ્સ વતી, ફાફ ડુ પ્લેસિસ અને તેના ઓપનિંગ પાર્ટનર લુઈ ડુ પ્લોયએ રન ચેઝની જવાબદારી સંભાળી અને મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉનના બોલરો પર એવી રીતે એટેક કર્યો કે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. ફાફ અને લુઈસે મુંબઈ ઈન્ડિયન્સ કેપ ટાઉનનાકાગિસો રબાડા, કિરોન પોલાર્ડ, સેમ કરન જેવા મજબૂત બોલરોને જાેરદાર ફટકાર્યા હતા. બંનેના બેટના સ્વિંગની તાકાતનો અંદાજ મેચમાં તેમની સ્ટ્રાઈક રેટ પરથી લગાવી શકાય છે. ફાફ ડુ પ્લેસિસે ૨૫૦ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને ૨૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી અણનમ ૫૦ રન બનાવ્યા. જ્યારે લુઈસ ડુ પ્લોયએ ૨૯૨.૮૫ના સ્ટ્રાઈક રેટથી માત્ર ૧૪ બોલમાં ૪૧ રન બનાવ્યા. તેની ઈનિંગમાં લુઈસે ૨ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા.
જાેહાનિસબર્ગ સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસિસ અને લુઈસ ડુ પ્લોય દ્વારા સર્જાયેલા તોફાનના કારણે તેમની મેચ ખૂબ જ આસાનીથી જીતી લીધી હતી. બંનેએ ૮૧ રનનો ટાર્ગેટ ૫.૪ ઓવરમાં એટલે કે માત્ર ૩૪ બોલમાં પાર કરી લીધો હતો. મતલબ, જાેહાનિસબર્ગ સુપર કિંગ્સે ૧૪ બોલ પહેલા જ ૧૦ વિકેટે મેચ જીતી લીધી હતી. આ તોફાની જીતનો હીરો ફાફ ડુ પ્લેસિસ હતો, જેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.