લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ લોકસભાની ચૂંટણી પહેલા તમામ લોકસભામાં દર ત્રણ લોકસભાએ ૧ ક્લસ્ટરની એવી ૧૪૬ ક્લસ્ટરોની નિમણુંકો કરી લોકસભાના ઉમેદવાર જાહેર કરતા પહેલા લોકસભા મધ્યસ્થ કાર્યાલયોનું ઉદ્ઘાટન કરી ચૂંટણી મોડમાં આવી ગયા છે.ત્યારે છોટાઉદેપુર લોકસભામાં ક્લસ્ટર તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં છોટાઉદેપુર લોકસભાના પદાધિકારીઓ,કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.આજરોજ બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલયમાં ચૂંટણી પ્રબંધક સમિતિના સંયોજક અને સહ સંયોજકોની બેઠક લઈને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.ચૂંટણી પ્રબંધક સમિતિને સંબોધન કરતા પૂર્વ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર લોકસભામાં ૪ જિલ્લા અને ૭ વિધાનસભા આવે છે.જેને પાંચ લાખથી વધુ જીતીને આ છોટાઉદેપુર લોકસભાનું કમળ દિલ્હી મોકલવાનું છે.જેના માટે સમગ્ર લોકસભાના કાર્યકર્તાઓએ કમર કસી આળસ ખંખેરી પ્રત્યેક બૂથના બુથ સમિતિના સભ્યો,લાભાર્થીઓ સાથે બેઠક કરી સરકારની યોજનાઓ અંગે પ્રચાર કરી તેમનું જનસમર્થન માંગી ચૂંટણીમાં વધુ મતદાન કરવા અંગે જણાવ્યું હતું.લોકસભામાં વિવિધ ૨૩ પ્રબંધક ચૂંટણી સમિતિના સંયોજક,સહ સંયોજકે કરવા અંગેના કાર્ય અંગે સમાજ આપી હતી.આ બેઠકમાં છોટાઉદેપુર લોકસભા પ્રભારી શબ્દશરણભાઇ તડવી,સંયોજક જશુભાઈ રાઠવા,છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,ટ્રાઇફેડ ચેરમેન રામસિંહભાઈ રાઠવા સહીત અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
