Sports

ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ ૩૪ રને હરાવી દીધું

ગ્લેન મેક્સવેલે ટી૨૦માં પાંચમી સદી ફટકારી

એડિલેડ-ઓસ્ટ્રેલિયા,
ગ્લેન મેક્સવેલની આક્રમક અણનમ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ ટીમને ૩૪ રને હરાવવાની સાથે શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ પ્રાપ્ત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્‌સમેન ગ્લેન મેક્સવેલે ટી૨૦માં પાંચમી સદી ફટકારવાની સાથે જ ભારતના કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી હતી. મેક્સવેલના ૫૫ બોલમાં અણનમ ૧૨૦ રનના સહારે ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટે ૨૪૧ રન નોંધાવ્યા હતા. જવાબમાં કેરેબિયન ટીમે પણ વળતી લડત આપી હતી અને તેટલી જ ઓવરમાં ૨૦૭ રન કર્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલના ૬૩ રન સર્વોચ્ચ રહ્યા હતા. આન્દ્રે રસેલે ૧૬ બોલમાં ૩૭ રનની ઈનિંગ્સ રમી હતી.

જેસન હોલ્ડરે છેલ્લે લડત આપતા ૧૬ બોલમાં અણનમ ૨૮ રન કર્યા હતા પરંતુ તે ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન-ડેમાં ૧૧ રને જીત મેળવતા ત્રણ ટી૨૦ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી છે અને પર્થમાં ૧૩ ફેબ્રુઆરીએ રમાનાર ત્રીજી ટી૨૦ ઔપચારિક રહેશે. ગ્લેન મેક્સવેલ ૫૫ બોલમાં ૧૨ ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે ૧૨૦ રન કરીને નોટ આઉટ રહેતા મેન ઓફ ધ મેચ બન્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝે સાતમી ઓવરમાં જ ૬૩ રનમાં પાંચ વિકેટ ગુમાવતા તે ફસડાયું હતું. કેપ્ટન રોવમેન પોવેલે ૩૬ બોલમાં ૬૩ રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થયો હતો. તેણે છઠ્ઠી વિકેટ માટે રસેલ (૩૭) સાથે ૪૬ રનની પાર્ટનરશિપ કરીને બેટિંગમાં સ્થિરતા લાવવા પ્રયાસ કર્યો હતો. બીજા છેડે વિકેટ પડવાનો ક્રમ ચાલુ રહેતા વિન્ડિઝની ટીમ પર જરૂરી રનરેટનું દબાણ સર્જાયું હતું.

માર્કસ સ્ટોઈનિસે ત્રણ, જ્હોનસન અને હેઝલવુડે બે-બે તેમજ બેહરેનડોર્ફ અને ઝામ્પાએ એક-એક વિકેટ ઝડપી હતી. કેરેબિયન ટીમે ટોસ જીતીને યજમાન ઓસી. ટીમને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેમાં જાેશ ઈંગલિસ (૪) અને મિચેલ માર્શ (૨૯)ની વિકેટ ગુમાવતા બે વિકેટે ૫૭ રન કર્યા હતા. સાતમી ઓવરમાં ઓપનર ડેવિડ વોર્નર (૨૨) પણ શેફર્ડની ઓવરમાં રૂધરફોર્ડના હાથે કેચ આઉટ થતા ઓસ્ટ્રેલિયાને ત્રીજાે ફટકો પડ્યો હતો. ગ્લેન મેક્સવેલે ઝંઝાવાતી બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને વેસ્ટ ઈન્ડિઝના બોલર્સની ચોતરફ ધોલાઈ કરી હતી.

મેક્સવેલે માર્કસ સ્ટોઈનિસ (૧૬) સાથે ચોથી વિકેટ માટે ૮૨ રનની જ્યારે ટીમ ડેવિડ (૩૧) સાથે પાંચમી વિકેટ માટે ૯૨ રનની અણનમ ભાગીદારી કરીને ૨૪૧ રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ઓવલ ખાતે ટી૨૦માં આ સર્વાધિક સ્કોર છે. વિન્ડિઝના બોલર્સમાં અલ્ઝારી જાેસેફે ૭.૭૫ ઈકોનોમી અને એક વિકેટ સાથે અસરકારક બોલર રહ્યો હતો.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *