Gujarat

દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે અમિત શાહ દિલ્હી જવા રવાના

ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ કરાયા

અમદાવાદ,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે હતા. તેઓ ગુજરાતમાં હોવાથી વિવિધ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતું એકાએક કેન્દ્રીય ગૃહમંત્રીના આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ કરાયા હતા. આ તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. ત્યારે દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે સર્જાયેલી મહત્વની જરૂરિયાતને લઈએ અમિત શાહ દિલ્હી જવા રવાના થયા હોવાનુ કહેવાય છે.

સરકાર સાથેની બેઠક નિષ્ફળ જતાં આજથી ખેડૂત સંગઠનોની દિલ્લી ચલો માર્ચ શરૂ થઈ છે. ૨૫૦૦થી વધુ ટ્રેકટરો સાથે દિલ્લી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો આગળ વધી રહ્યાં છે. સ્જીઁ સહિત ૧૦ મુદ્દાની માંગ પર ખેડૂતો અડગ છે. ત્યારે દિલ્હીમાં સ્થિતિ વણસવાની છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે એક તરફ પ્રધાનમંત્રી મોદી અબુધાબીના પ્રવાસે છે, જ્યાં તેઓ મ્છઁજી હિન્દુ મંદિરનું ઉદઘાટન કરવાના છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી દોડવું પડ્યું છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *