ગુજરાત સરકારના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી જામનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાની એથલેટિક રમત તા:-13/02/2024 ના રોજ સિદસર મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં શ્રી હડિયાણા કન્યા શાળાની કુલ 7 વિદ્યાર્થીની બહેનોએ કુલ 9 રમતોમાં જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો.જેમાં ..રાઠવા કવિતા કેવનભાઈ ધો.3 U-9 માં 30 મીટર દોડમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે… માવી રીનું ભુરલાભાઈ ધો. 3 U-11 માં 50 મીટર દોડમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે…
બામણીયા મમતા રમણભાઈ U-17 માં 400 મીટર દોડમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આ ત્રણેય વિદ્યાર્થીની બહેનો થકી શ્રી હડિયાણા કન્યા શાળા તેમજ સમગ્ર જોડિયા તાલુકો ગર્વની લાગણી અનુભવે છે.જિલ્લાકક્ષાની જેમ રાજ્ય કક્ષાએ પણ નંબર મેળવે તેવી શાળાના આચાર્યશ્રી મકવાણા અરવિંદભાઇ તથા સમગ્ર હડિયાણા કન્યા શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવેલ
રિપોર્ટર=શરદ એમ. રાવલ..ગામ=હડીયાણા

