અમરેલી જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ જિલ્લાની બીજા નંબરની મોટી માર્કેટ યાર્ડ છે અહીં છેલ્લા એક અઠવાડિયાથી ચણાની બમ્પર આવક જોવા મળી રહી છે ગયા વર્ષે કરતા આ વર્ષે ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે જોકે આ વર્ષે ચણાના વાવેતરમાં સુકારો આવ્યો હોવાથી ચણાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે ગયા વર્ષે એક વિઘામાં ૩૦ થી ૩૫ મણનો ઉતારો આવ્યો હતો તેની સામે આ વર્ષે ૧૫ થી ૨૦ મણનો ઉતારો આવ્યો છે અમરેલી જિલ્લામાં શિયાળું વાવેતરમાં ખેડૂતોએ મુખ્ય ઘઉં ચણા અને ડુંગળીના પાકનું વાવેતર વધુ કર્યું હતું ચણાના રૂપિયા ૧૨૦૦ થી લઈને ૧૫૦૦ સુધીના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે ગયા વર્ષેની સરખામણીએ આ વર્ષે ખૂબ સારા ભાવો એ.પી.એમ.સી. સેન્ટર પર જાહેર હરાજીમાં મળી રહ્યા છે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં આ અઠવાડિયામાં ચણાની બમ્પર આવક જોવા મળી રહી છે ગયા વર્ષે ખેડૂતોને ૮૦૦ થી લઈ રૂપિયા ૧૦૦૦ ના ભાવો મળી રહ્યા હતા તેની સામે અત્યારે ૧૫૦૦ સુધીના ચણાના ભાવો ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દરરોજ દસ હજાર મણ કરતા વધુ ચણાની આવક યાર્ડમાં જોવા મળી રહી છે. ગયા વર્ષે ખેડૂતોને ભાવ ઓછા મળતા હતા પરંતુ ચણાનું ઉત્પાદન વધુ જોવા મળતું હતું. આ વર્ષે ખેડૂતોને ભાવ સારા મળી રહ્યા છે તો ઉત્પાદન ઓછું આવ્યું છે ક્રાકચના ખેડૂત પ્રકાશ ખુમાણે જણાવ્યું કે, હું યાર્ડમાં ચણા લઈને આવ્યો છું.ચણાનો ભાવ મારે ૧૫૯૬ આવ્યો છે. ભાવ ખૂબ સારો છે પણ ઉત્પાદન અત્યારે અડધું જ છે. પહેલા વધારે ઉત્પાદન આવતું અત્યારે ઓછું છે, દવા મજૂરી બધું મોંઘું થાય એટલે આમ ખેડૂતોને બહુ મોટો કોઈ ફાયદો નથી માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી જતીન માલાણીએ જણાવ્યું કે, આ વર્ષની ચણાની વાત કરું તો આ વર્ષે દરરોજની ૧૦૦૦૦ મણની આવક થઈ રહી છે ભાવ ૧૧૦૦ થી લઈ ૧૫૦૦ ઉપરાંતનો છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ખેડૂતોને સંતોષકારક ભાવો મળી રહ્યા છે. એમ અમીતગીરી ગોસ્વામી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવેલ.

