ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની સૂચનાથી અગાઉ ના કર્મચારીઓ ના પ્રશ્નો પેન્ડિંગ પડેલ હોય વારંવાર રજુવાત કરવા છતાં નિરાકરણ આવેલ નથી.ત્યારે ફરી એક વખત પ્રાથમિક શિક્ષકો તા.14 અને 15 કાળી પટી ધારણ કરી અને 16 ના કાળા કપડાં પહેરીને શૈક્ષણિક કાર્ય કરાવેલ .અને પોતાનો સરકાર સામે રોષ વ્યક કરેલ .કર્મચારીનો મુખ્ય પ્રશ્ન જૂની પેંશન યોજના તમામ કર્મચારીઓ ને આપવી.અને 7 માં પગાર પંચના બાકી ભથા આપવા અને ફિક્સ પ્રથા દૂર કરવાની છે.જેમાં 16/9/22 ના સરકાર સાથે સમાધાન માં 2005 પહેલા ના શિક્ષકો ને કેન્દ્ર મુજબ જૂની પેંશન આપવી અને 2005 પછી ના કર્મચારીઓ ને cpf માં 10 ℅ સામે 14% આપવા સમાધાન કરેલ હતું.પરંતુ હજુ તેમનો ઠરાવ આજ દીન સુધી થયો નથી.જે બાબતે કર્મચારીઓ ઉગ્ર રોષ વ્યકત કરે છે.આ તકે જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી ભાવેશભાઈ પનારાએ જણાવેલ કે આંદોલન ને વધુ ઉગ્ર બનવવા આગામી 23/2/24 ના ગાંધીનગર ખાતે તમામ કર્મચારીઓ એક દિવસ ધરણા માટે જોડિયા માંથી મોટી સંખ્યા માં શિક્ષકો જશે.અને સરકાર ને વહેલી તકે પરિપત્રો કરવા વિન્નતી કરેલ.

