Gujarat

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કટારવાંટ હલ્દી મહૂડી પાસેથી કિ.રૂ.૧,૬૦,૨૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ

 આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ….. જે અન્વયે  વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી  હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ ”  સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકતના આધારે કટારવાંટ હલ્દી મહૂડી  પાસેથી ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૧,૬૦,૨૦૦/- નો મુદામાલ તથા દારૂની હેરફેરી કરવા ઉપયોગમાં લીધેલ ફોર્ડ કંપનીની ફીયેસ્ટા ફોર વ્હિલર ગાડી જેનો રજી.નં-GJ-06- CM-0175 ને ફકિરમંહમદ ઉર્ફે પીન્ટુ રાજુભાઇ રાણાને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.

IMG-20240215-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *