Gujarat

રાજય બહારનો છેલ્લા પાંચ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના કે.કે.પરમાર પોલીસ સબ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી હક્કિત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૦૦૦૭૯/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામનો નાસતા ફરતો આરોપી છોટાઉદેપુર બજાર તરફ આવનાર છે. જેવી મળેલ હક્કિત આધારે અલગ-અલગ ટીમો બનાવી આરોપી પંકજભાઈ ઈદ્રસિંહ તોમર તપાસ દરમ્યાન મળી આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1) I મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

IMG-20240215-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *