ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વિધવા મહીલા દારૂનું વેચાણ કરતી હતી. તેમનાં પર બે પોલીસ કર્મી, એક હોમગાર્ડ સહિત 4 વિરુદ્ધ શારીરિક શોષણ અને હપ્તા લેતા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ તમામ આરોપી પોલીસ કર્મી સહીતની ચારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉદરી ગામમાં રહેતી એક વિધવા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સનસની ખેજ આરોપ સાથે ગીરગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વિધવા મહિલાને ત્રણ બાળકો છે. મહિલાએ પતિના મૃત્યુ બાદ તેણે દારૂ વેચવાનો ધંધો કરતી હતી. જેના કારણે સલીમ નામનો પોલીસ કર્મી, મોહન મકવાણા કર્મી જે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અને એક સિવિલિયન જેનું નામ પરેશ છે. આં ત્રણેય એ મહિલા પાસે બીભત્સ માંગણી કરી અને શરીર સુખ માણ્યું હતું. આ મહિલા એ એક હોમગાર્ડના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. હનીફ શાનદાર નામનો હોંગ ગાર્ડ જેણે આ મહિલા પાસે અનેક વખત બીભત્સ માંગણી કરી હતી.
આ વિધવા મહિલા દારૂનો ધંધો કરતી હોય અને પોલીસ તેનો હપ્તો વસુલ કરવા આવતાં આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા વિવિધ જગ્યાએ બોલાવી ડરાવી ધમકાવી શારીરિક શોષણ કર્યાનો ગંભીર આક્ષેપ સાથે પોલીસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. ત્યારે બાદ રજુઆતના આધારે બે પોલીસ કર્મચારી સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધી હતી.
સાત વર્ષ પહેલાં આ મહિલા પતિને દારૂનાં વ્યવસાયમાં મદદ કરતી હતી. સાત વર્ષ દરમ્યાન આ મહિલા બુટલેગરને ત્રણ સંતાનો 3 થી 6 વર્ષનાં હોય આ દરમિયાન એક વર્ષ પહેલાં પોતાનાં પતિનું હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું. આર્થિક પરિસ્થિતિ અને ત્રણ સંતાનોનાં ભરણપોષણ અને સંતાનોને મોટા કરવાની જવાબદારી પોતાનાં માથે આવતા અને કોઈ સહારો હોવાથી મહિલા બુટલેગરએ દેશી દારૂ વેચવાનો ધંધો શરૂ કરતાં બે ત્રણ વખત પોલીસે રેઇડ કરી હતી.
અને કેસ ફરિયાદ દાખલ કરતાં હતા જેમાં સલીમ પોલીસ વાળો, સોનારિયા રહેતો મોહન મકવાણા, હોમગાર્ડમા હનીફ શામદાર સહીતની હેરાન કરતા અને મહિલાને દારૂનો ધંધો કરવો હોય તો હપ્તા આપવાં પડે આમ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનાં રૂ .2 હજાર થી 5 હજારનાં હપ્તા નક્કી થતાં પોલીસની અવર જવર શરૂ થઈ ગઈ હતી. અને વારંવાર ચાર પોલીસે આ મહિલાને ગમે ત્યારે જ્યા ત્યાં બોલાવી અને પોલીસ જે કંઈ કહે તે કરવાનું અને શારીરિક સબંધ બધવા બળજબરીથી કરવામા આવતી હતી.
વારંવાર ડરાવી ધમકાવી અને દારૂનાં ખોટાં કેસ કરવાંની ધમકી આપી જુદી જુદી જગ્યાએ એકલી બોલાવી શરીર સંબંધ બાંધવા શારીરીક શોષણ કરતાં હતાં. એક પોલીસ કર્મી તો સાત માસ થી ચાર-પાંચ દિવસ એક વખત સારીરીક સંબંધ બાંધવા શોષણ કરતો હોવાનો ગંભીર આક્ષેપ મહિલાએ કર્યો છે.
પોલીસ આ તમામ સામે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને તત્કાળ આ ચારેય આરોપીઓને દબોચી લીધા છે. હવે આ મહિલા તેમજ આરોપીઓના મેડિકલ ચેકપ કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા નું કહેવું છે કે વ્યક્તિ હોય કે પોલીસ કે અન્ય કોઈ ગુનેહગારને છોડવામાં નહિ આવે.
ગીર સોમનાથ જિલ્લાની પોલીસ સતત એકાદ બે માસથી વિવાદોમાં સપડાય છે. પહેલાં તોડ કાંડ અને હવે પોલીસ કર્મીઓ પર જ દુષ્કર્મની ફરિયાદથી સમગ્ર પંથકમાં ખડભળાટ મચી જવા પામ્યો છે..

