Gujarat

સોલાર પેનલ બનાવતી કંપનીમાં રોકાણકારોને બમણો નફો મેળવ્યો

સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની અલ્પેક્સ સોલરના શેરે માર્કેટમાં આવતાની સાથે જ રોકાણકારોને મોટો નફો કરાવ્યો હતો. અલ્પેક્સ સોલરના શેર ૨૦૦ ટકાના નફા સાથે શેરબજારમાં લિસ્ટ થયા છે. આજે ૧૬ ફેબ્રુઆરીના રોજ પણ શેરમાં સારો ઉછાળો આવ્યો છે. અલ્પેક્સ સોલરનો શેર શુક્રવારે ૫ ટકાના અપર સર્કિટ સાથે ૩૬૨.૭૦ રૂપિયા પર પહોંચ્યા છે. અમેરિકાની બોફા સિક્યોરિટીઝે ઓપન માર્કેટ દ્વારા અલ્પેક્સ સોલરના ૨,૦૦,૦૦૦ થી વધુ શેર ખરીદ્યા છે.

મ્ર્કછ સિક્યોરિટીઝ યુરોપ જીછ એ બલ્ક ડીલ દ્વારા દ્ગજીઈ પર અલ્પેક્સ સોલરના ૨,૨૦,૮૦૦ શેર ખરીદ્યા છે. મ્ર્કછ સિક્યોરિટીઝે આ શેર્સ ૩૩૭.૪૭ રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે. અલ્પેક્સ સોલાર ઉત્તર ભારતમાં સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ બનાવે છે. કંપની મોનોક્રિસ્ટાલિન અને પોલીક્રિસ્ટલાઇન સેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ બનાવે છે.

અલ્પેક્સ સોલરની ઈશ્યૂ પ્રાઈસ ૧૧૫ રૂપિયા હતી. કંપનીના શેર ૧૫ ફેબ્રુઆરીના રોજ ૩૨૯ રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદ અલ્પેક્સ સોલરના શેરમાં ૫ ટકાની અપર સર્કિટ લાગી હતી અને શેરના ભાવ ૩૪૫.૪૫ રૂપિયા પર પહોંચ્યા હતા. આજે શુક્રવારે અલ્પેક્સ સોલરના શેર ૫ ટકાના વધારા સાથે ૩૬૨.૭૦ રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના ૈંર્ઁં ના ઈશ્યૂ પ્રાઈસની તુલનામાં ૨૧૫ ટકા વધ્યા છે. કંપનીનો ૈંર્ઁં ૩૨૪.૦૩ ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ૈંર્ઁંમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા ૩૫૧.૮૯ ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *