Gujarat

રાણપુરમાં શ્રી સુમતિનાથ ભગવાનનો સુવર્ણ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ 

 ૧૦૦ મી ધજા ભવ્ય સુવર્ણ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે શ્રી સુમતિનાથ ભગવાનની ૧૦૦ મી ધજા ભવ્ય સુવર્ણ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં બહારગામ થી જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. મુંબઈ સુરત સુરેન્દ્રનગર ધુલિયા મહારાષ્ટ્ર વડોદરા રાજકોટ બહારગામ અનેક ગામથી પણ પધારેલા હતા.. શોભાયાત્રામાં બેન્ડબાજા સાથે ભવ્ય સુશોભન પરમાત્મા નો રથ અયોધ્યાપુરમ તીર્થ થી ગુરુકુળના છોકરાઓ પણ આવેલા હતા ખૂબ આનંદ અને ઉત્સાહથી જૈન સમાજના લોકો જોવા મળ્યા હતા.. ઐતહાસિક પ્રસંગે ઉજવણી જોવા મળી.. જેનાચાર્ય પરમ પૂજ્ય શ્રી અપૂર્વ ચંદ્રસાગરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સંભવચંદ્રસાગરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય મનોચંદ્રસાગર શ્રીજી મહારાજ સાહેબ નિશ્રા પ્રદાન કરી હતી.૧૦૦ મી ધજા ભવ્ય સુવર્ણ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ત્રણ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ નવકારશી,સંઘ જમણ સહીત રાત્રે ભક્તિ આરાધના સહીતના કાર્યક્રમો યોજાયા.૧૦૦ મી ધજા અને સુવર્ણ શતાબ્દી મહોત્સવ બાદ રાણપુર એક તીર્થક્ષેત્ર બની ગયુ છે….

IMG-20240217-WA0030-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *