Sports

રાજકોટમાં યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં બેવડી સદી ફટકારી

રાજકોટ,
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ટીમ ઈન્ડિયા શાનદાર લયમાં જાેવા મળી રહી છે. ૫ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ છે. રાજકોટમાં જીતનારી ટીમ સીરિઝમાં ૨-૧ની લીડ લેશે. રાજકોટમાં યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં બેવડી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલે રાજકોટમાં ૨૩૧ બોલનો સામનો કરીને તેની બેવડી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે ૧૦ સિક્સર અને ૧૪ ચોગ્ગા ફટકાર્યા હતા.યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેમણે નવજાેત સિંહ સિદ્ધુનો ૩૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

રાજકોટ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલનું રાજ જાેવા મળ્યું છે, તેમણે ત્રીજા ટેસ્ટની બીજી ઈનિગ્સમાં બેવડી સદી ફટકારી છે. આ સાથે અનેક રેકોર્ડ તોડ્યા છે. યશસ્વી જયસ્વાલે ૨૩૧ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૧૨ સિક્સની મદદથી ટેસ્ટ કરિયરની બેવડી સદી ફટકારી હતી. આ બેવડી સદી સુધી તેનો સ્ટ્રાઈક રેટ ૮૬.૫૮ હતો. જયસ્વાલ એક ટેસ્ટ સીરિઝમાં ૨ સદી ફટકાવનાર ભારતનો ત્રીજાે બેટ્‌સમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવામાં સફળ રહ્યો છે. તે એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સિક્સ ફટકાવનાર બેટ્‌સમેન બની ગયો છે.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *