Gujarat

દિલ્હી ખાતે ભાજપની મુખ્યમંત્રી પરિષદ યોજાઇ હતી

પરિષદમાં તમામ રાજ્યોમાં સરકારની કામગીરી સમીક્ષા કરવામાં આવી

નવીદિલ્હી,
લોકસભા ૨૦૨૪માં ભાજપ બમણી લીડ સાથે જીતવા માટે માથામણ કરી રહયું છે. જેની સામે વિપક્ષ પોતાનો ગઢ બચાવવા કામે લાગ્યું છે. પરંતુ આ વચ્ચે દિલ્હી ખાતે PM ની હાજરીમાં ભાજપમાં મુખ્ય મંત્રીઓની બેઠક યોજાઇ હતી. જેમાં અત્યાર સુધી રાજ્યોમાં થયેલા કામો અંગેનો હિસાબ માગવામાં આવ્યો હતો. આ ચીફ મિનિસ્ટર કોન્ક્‌લેવ દિલ્હી ખાતે રવિવારે બપોરે સદા ત્રણ કલાકે યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આ બેઠકના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા.

PM નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ બેઠક માં હાજર રહી થયેલા કામોને લઈ ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી તથા ડેપ્યુટી મુખ્યમંત્રી આ કોન્ક્‌લેવમાં પહોંચ્યા હતા. જેમાં રાજ્યોમાં સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકઆ કામગીરીની ચકાસણી સાથે સરકારના પર્ફોમન્સ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જય તેમણે ગુજરાત સરકારનો પર્ફોમન્સ રિપોર્ટ રજૂ કર્યો હતો.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *