Sports

રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે બીજી વખત ૫ વિકેટ લીધી, રાજકોટ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે રાજકોટ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી અને ૫ વિકેટ (૫/૪૧) લીધી. ઈંગ્લિશ ટીમ સામે જાડેજાની આ બીજી ૫ વિકેટ છે. તેની શાનદાર બોલિંગને કારણે મુલાકાતી ટીમ બીજી ઈનિંગમાં ૧૨૨ રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે મેચ જીતીને સિરીઝમાં ૨-૧ની લીડ મેળવી હતી. જીતવા માટેના ૫૫૭ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડના બેટ્‌સમેનો નિરાશ થયા હતા. જાડેજાએ ૩ નંબર પર બેટિંગ કરવા આવેલા ઓલી પોપ (૩)ના રૂપમાં પોતાની પહેલી વિકેટ લીધી હતી. આ પછી તેને જાે રૂટ (૭), જાેની બેરસ્ટો (૪) અને બેન ફોક્સ (૧૬)ના રૂપમાં પ્રમુખ બેટ્‌સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

આ પછી રવિન્દ્ર જાડેજાએ માર્ક વુડ (૩૩)ને આઉટ કર્યો. તેને ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં ૨ વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ ૧૨.૪ ઓવરમાં ૪૧ રન આપીને ૫ બેટ્‌સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. રાજકોટ ટેસ્ટ મેચમાં ભારતે ૪૩૪ રને જીત મેળવી હતી અને રવિન્દ્ર જાડેજાને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ૭૦ મેચની ૧૩૨ ઈનિંગ્સમાં ૨૪થી વધુની એવરેજથી ૨૮૭ વિકેટ લીધી છે. આ દરમિયાન તેને ૧૩ વખત ૫ વિકેટ અને બે વખત મેચમાં ૧૦ વિકેટ ઝડપી છે. રસપ્રદ વાત એ છે કે જાડેજાએ પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં ૫૦૦થી વધુ વિકેટ ઝડપી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *