Gujarat

દાંતા તાલુકાના હડાદ વિસ્તારમાં માસૂમ પર દુષ્કર્મ આચર્યાની ઘટના બાદ બજારો બંધ

વેપારીઓએ લોકોના રોષમાં જાેડાઈને યુવક સામે આકરા પગલા ભરવાની માંગ કરી

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ વિસ્તારમાં માસૂમ પર દુષ્કર્મ આચર્યાની ઘટના ઘટી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. માસૂમની સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાને પગલે સ્થાનિકોએ બજારો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક વેપારીઓએ લોકોના રોષમાં જાેડાઈને યુવક સામે આકરા પગલા ભરવાની માંગ કરી છે. સ્થાનિકોએ હડાદમાં રેલી યોજી હતી અને પોલીસ મથક પહોંચ્યા હતા. જેમાં સ્થાનિક વેપારીઓ અને આગેવાનો પણ જાેડાયા હતા. સ્થાનિકોએ દુષ્કર્મ આચરનાર યુવક સામે આકરી કાર્યવાહી કરવા માટે પોલીસને રજૂઆત કરી હતી. ઘટનાનો સ્થાનિક તમામ સમાજાેએ એક થઈ વિરોધ નોંધાવ્યો હતો અને આરોપી સામે પગલા ભરવાની માંગ કરી હતી.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *