‘બ્યુટી વિથ અ પર્પઝ’ થીમ સાથે શરૂ થવા જઈ રહી છે ૭૧મી મિસ વર્લ્ડ સ્પર્ધા
મુંબઈ,
૭૧મી મિસ વર્લ્ડ સ્પર્ધાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિસ વર્લ્ડ ૨૦૨૪ સ્પર્ધા ૨૦ ફેબ્રુઆરીથી ‘બ્યુટી વિથ અ પર્પઝ’ થીમ સાથે શરૂ થવા જઈ રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વખતે ભારત સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે. ભારત લગભગ ૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ માટે વિશ્વના ૧૨૦ દેશોમાંથી રાષ્ટ્રીય વિજેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મિસ વર્લ્ડ ૨૦૨૪ સ્પર્ધા દિલ્હીથી શરૂ થશે અને ૯ માર્ચ ૨૦૨૪ના રોજ મુંબઈમાં ફિનાલે યોજાશે. મિસ વર્લ્ડ ટિ્વટરના ઓફિશિયલ ઠ પેજ પર સૌંદર્ય સ્પર્ધાને લઈને એક અપડેટ શેર કરવામાં આવી છે. મિસ વર્લ્ડના અધ્યક્ષ જુલિયા મોર્લીનું નિવેદન શેર કરતા તેણે લખ્યું-“અમે ગર્વથી ભારતને મિસ વર્લ્ડ ૨૦૨૪ના યજમાન તરીકે જાહેર કરીએ છીએ. મહિલા સશક્તિકરણ, વિવિધતા અને સૌંદર્યની ઉજવણીની રાહ જાેઈ રહ્યા છીએ. આ અદ્ભુત પ્રવાસ શરૂ કરવા માટે તૈયાર થાઓ.
રિપોર્ટ્સ અનુસાર, મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૯ માર્ચે મુંબઈના ત્ર્નૈ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. જ્યારે તેની શરૂઆત ૨૦ ફેબ્રુઆરીએ દિલ્હીના ભારત મંડપમથી થશે. મિસ વર્લ્ડના ઉદ્ઘાટન સમારોહનું ૨૦મી ફેબ્રુઆરીની સાંજે Missworld.com પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ત્યારબાદ ૯મી માર્ચે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈમાં ૭૧મી મિસ વર્લ્ડ ગ્લોબલ ફિનાલે યોજાશે. તમને જણાવી દઈએ કે ભારતમાં વર્ષ ૧૯૬૬માં પહેલીવાર મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ હતી. ત્યારબાદ બેંગ્લોરમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ૨૮ વર્ષ બાદ ફરી એકવાર ભારત મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ઘણાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ૧૯૬૬માં પ્રથમ વખત રીટા ફારિયા પોવેલ (પ્રથમ ભારતીય મિસ વર્લ્ડ) એ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ પછી ઘણી અભિનેત્રીઓએ આ ખિતાબ જીત્યો છે. આ યાદીમાં ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપરા અને માનુષી છિલ્લરના નામ પણ સામેલ છે.