Sports

વધુ એક ભારતીય ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી

વધુ એક ભારતીય ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ તે ખેલાડી છે જેણે એક સમયે વિરાટ કોહલી સાથે ક્રિકેટનો અન્ડર ૧૯ વર્લ્ડ કપ જીત્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ તરુવર કોહલીની, જે ૨૦૦૮માં રમાયેલ અન્ડર-૧૯ વર્લ્ડ કપ ટીમમાં વિરાટ કોહલીનો સાથી હતો, જેણે ૩૫ વર્ષની ઉંમરમાં ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તરુવર કોહલી એક ઓલરાઉન્ડર હતો જે જમણા હાથના બેટ્‌સમેન હોવાની સાથે ઝડપી બોલિંગ પણ કરતો હતો. પંજાબના જાલંધરમાં જન્મેલા તરુવર કોહલીની ઘરેલું ક્રિકેટમાં ૧૮૪ મેચોની કારકિર્દી હતી, જેમાં ૫૫ ફર્સ્ટ ક્લાસ મેચ, ૭૨ લિસ્ટ છ અને ૫૭ ્‌૨૦ મેચ સામેલ હતી. ત્રણેય ફોર્મેટ સહિત, તરુવર કોહલીએ સ્થાનિક ક્રિકેટમાં ૭૫૪૩ રન બનાવ્યા છે. જ્યારે બોલ સાથે ૧૩૩ વિકેટ લીધી છે.

મિઝોરમના ભૂતપૂર્વ કેપ્ટન તરુવર કોહલીનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર ૩૦૭ રનનો અણનમ રહ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે ૧૪ સદી અને ૧૮ અડધી સદી સાથે ૫૩.૮૦ની સરેરાશથી ૪૫૭૩ રન છે. અન્ય કોઈપણ ફોર્મેટમાં તરુવર કોહલીની બેટિંગ એવરેજ ફર્સ્ટ ક્લાસ જેવી ન હતી. ફર્સ્ટ ક્લાસમાં તેના નામે ૭૪ વિકેટ પણ છે. તરુવર કોહલી પણ વિરાટ કોહલીની કપ્તાનીમાં ૨૦૦૮માં અન્ડર-૧૯ વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો. તેણે તે ટુર્નામેન્ટની ૬ મેચોમાં ૩ અડધી સદી સાથે ૨૧૮ રન બનાવ્યા અને તે ટુર્નામેન્ટનો ત્રીજાે ટોપ સ્કોરર હતો. વર્ષ ૨૦૦૮માં જ તરુવરે સ્થાનિક ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પંજાબ માટે તેની પ્રથમ મેચ સૌરાષ્ટ્ર સામે રાજકોટમાં રમી હતી.

અને છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ મિઝોરમ માટે ગયા વર્ષે જાન્યુઆરીમાં અરુણાચલ પ્રદેશ સામે રમાઈ હતી. વર્ષ ૨૦૦૯માં લિસ્ટ છમાં પોતાની પ્રથમ મેચ રમનાર તરુવર આ ફોર્મેટમાં તેની છેલ્લી મેચ ૨૦૨૨માં જ રમ્યો હતો. તરુવર કોહલી છેલ્લા ત્રણ દિવસમાં પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર બીજાે ખેલાડી છે. તેના પહેલા ફૈઝ ફઝલે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે તરુવરના પિતા સુશીલ કોહલી પણ એક ખેલાડી હતા. તેઓ એક પ્રોફેશનલ તરવૈયા (સ્વિમર) હતા.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *