*લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા મેરેથોન નું આયોજન*
લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમવાર કેન્સર અવેરનેસ, સ્વચ્છતા અને વોટીંગ અવેરનેસ જેવા સારા કાર્ય માટે Marunthon 2024 નું આયોજન કરેલ છે. મેરેથોન ૨૦૨૪ નું આયોજન તારીખ: ૨૫-૦૨-૨૦૨૪ ને રવિવારે સવારે ૦૬.૦૦ કલાકે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે. જેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરીજીયાત વ્યવસ્થાના ભાગ રૂપે રાખેલ છે. તદુપરાંત ભાગ લેનાર ને ટીશર્ટ, કેપ, એનર્જી ડ્રીંક તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતાઓને આકર્ષક ઇનામ આપવામાં આવશે તેવું લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ જણાવેલ છે

