Gujarat

દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા સાયણનાં નીલ પ્રજાપતિનું સન્માન

               શુભવંતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા સુરત મુકામે યોજાયેલ એક વિશેષ સમારોહમાં ઓલપાડ તાલુકાનાં સાયણ ગામનાં રહેવાસી નીલ જગદીશચંદ્ર પ્રજાપતિને તેની શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યો હતો. આ વિશેષ સન્માન તેમનાં પિતા કે જેઓ સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેમણે સહર્ષ સ્વીકાર્યુ હતું. સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિઓની નોંધ લેવાની ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજનાં પ્રમુખ રાજુભાઈ પ્રજાપતિ અને ઉપપ્રમુખ દિલીપભાઈ લાડ સહિત તેમની ટીમનો જગદીશ પ્રજાપતિએ આભાર વ્યક્ત કર્યો હતો.
               કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજ દ્વારા થતી વિવિધ કામગીરીઓનો ચિતાર પ્રમુખ રાજુભાઈએ રજૂ કર્યો હતો. આ પ્રસંગે સમાજ માટે સમર્પિત અગ્રણી વ્યક્તિઓએ ખાસ ઉપસ્થિત રહીને સમારોહ દીપાવ્યો હતો.

FB_IMG_17065539512933-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *