2023ના વર્ષ માં 09/02/23 ના રોજ પરિપત્ર થયો હતો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા ને પત્ર લખી કરાઈ રજુવાત
ગુજરાત સરકાર દ્વારા ઉનાળાની શરૂવાત માં નદી, ચેકડેમ, તળાવ, ડેમ માં પાણી ખાલી થતા જ તેમાં સંગ્રહ થયેલા માટી, મોરમ અને કાપ ને ખેડૂતો જમીન સુધારણા માટે ઉપયોગ માં લઇ શકે જેથી જમીન ફળદ્રુપ બને ઉત્પાદન અને ઉત્પાદકતા વધે અને ખેડૂત સમૃદ્ધ બને સાથે નદી, તળાવ, ચેકડેમ અને ડેમ ઊંડા થતા પાણીનો સંગ્રહ વધે, પાણીના તળ ઉંચા આવે તે વા ઉમદા આશય થી સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી સુજલામ સુફલામ યોજના શરુ કરવામાં આવી છે. ત્યારે આવનાર ટૂંકાગાળામાં લોકસભા ની ચૂંટણી જાહેર થવાની છે અને ગત વર્ષે 09/02/2023ના રોજ માટી મોરામ કાપ ઉપાડવા માટે નો સરકારે પરિપત્ર કરેલ હતો ત્યારે હાલ આ તારીખ વીતી ચુકી હોય અને ચૂંટણી કોઈ પણ સમયે જાહેર થાય તો આંચરસંહિતા લાગુ પડી શકે તેમ હોય ત્યારે ખેડૂત હિત માં તાત્કાલિક આ બાબતે વિચાર કરી સમગ્ર રાજ્ય માં આવેલા ચેકડેમ, ડેમ, તળાવ અને નદી માંથી માટી, મોરમ અને કાપ ઉપાડવા માટેનો પરિપત્ર કરી ખેડૂતોના હિત માં નિર્ણય લેવામાં આવે તેવી માંગણી અમરેલી જિલ્લાના લોકનેતા જેઓ સતત ગ્રામીણ પ્રવાસ થી ગામડાના લોકો અને ખેડૂતોના સંપર્ક રહે તે તેવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ને આ બાબતે ગ્રામીણ વિસ્તાર માંથી રજુવાત મળતા તેમને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા ને પત્ર લખીને આ બાબતે પરિપત્ર કરવા ની માંગણી કરી છે. આ માંગણી પર સરકાર દ્વારા નિર્ણંય લઇ પરિપત્ર કરવામાં આવે તો ચોક્કસ સમગ્ર રાજ્યના ખેડૂતોને લાભ થઇ શકે.
