ધારાસભ્ય રિવાબા જાડેજાની રજૂઆત પર સરકારની મહોર લાગી છે. જામનગરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સંકુલ બનશે. મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. જામનગરમાં સ્પોર્ટ કોચિંગ સેન્ટર માટે જગ્યાનો વર્ગફેર કરાવી ફાળવણી કરવા બાબતે જિલ્લા સ્પોર્ટ ઓથોરિટી એ કરેલી અરજી અને મહેસુલ વિભાગને લગત પરિપત્ર ધારાસભ્ય રિવાબાજ જાડેજા દ્વારા રમત ગમત મંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવ્યો હતો. જામનગરમાં સ્પોર્ટસ કોચીંગ સેન્ટર માટે જમીનનો વર્ગફેર કરાવી આપવા ભારપુર્વકની ભલામણ સાથે વિનંતી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી “રમશે ગુજરાત જીતશે ગુજરાત” ના પ્રણેતા છે તેઓની પ્રેરણાને ગુજરાત સરકાર એ જ દિશામા આગળ ધપાવી રહી છે અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે જે માટે અનેકવિધ કાર્યક્રમો આપ્યા છે અને હંમેશા રમત ગમત પ્રવૃતિઓ ને વેગ આપ્યો છે તેમજ બજેટમા પણ ખાસ જોગવાઈઓ કરાવી છે સાથે સાથે રમત ગમત ને લગતી બાબતો માટે વહીવટી ગતિશીલતા આગ્રહી છે.
ધારાસભ્ય રિવાબા જાડેજાએ રજૂઆત કરી હતી કે, જામનગરમાં યુવક યુવતીઓ રમત ગમત માટે ખુબજ ઉત્સાહી છે અને જુદી જુદી રમતોમા સ્ટેટ અને નેશનલ સાથે એથલેટ મા ઇન્ટરનેશનલ પણ રમેલ છે. આવા અનેક યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેઓની સુષુપ્ત શક્તિઓ ખીલવવા વિવિધ રમતોની તાલીમ માટે સુવિધાસભર કોચીંગ સેન્ટર ની તાતી જરૂર છે જે અંતર્ગત ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોચીંગ સેન્ટર દ્વારા રૂપીયા 17,00,00,000ના ખર્ચે 40,000 ચો.મી. જમીન મેળવવા સરકારમાં જિલ્લા કલેકટર દ્વારા અરજી કરી છે જેને ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટસ ઓથોરીટી દ્વારા અનુમોદન અપાયુ છે. તે જમીન વર્ગફેર કરીને ફાળવવા માટે(બિડાણ મુજબ) જોગવાઇઓ છે તેને આધીન મંજુરી મળે અને સત્વરે જમીન ફાળવાય તે માટે યોગ્ય કરવા વિનંતી છે.
ગુજરાત સરકાર દરેક જિલ્લામાં રમત ગમત સેન્ટર કાર્યરત કરવા કટીબદ્ધ છે ત્યારે જામનગરમાં આ રીતે કોચીંગ સેન્ટર કાર્યરત કરવા યોગ્ય કાર્યવાહી હાથ ધરશો તેવી અપેક્ષા છે.
સરકારની જહેમત થી એથલેટ સહિત ઇન્ડોર આઉટડોર ગેઇમ માટે બાળકો યુવાનો સૌ મા ખુબજ રૂચી ઉત્પન્ન થઇ છે ત્યારે જામનગર શહેર આ દિશામા પ્રગતી કરી રહ્યુ છે આ બાબતે સરકારતરફથી પ્રોત્સાહન આવશ્યક હોઇ આપની કક્ષાએથી પણ જરૂરી ભલામણો અને હુકમ કરી, કરાવી અમોને આભારી કરશો.
રમત ગમત સમિતિના મંત્રી હર્ષ સંઘવીએ જામનગર સપોર્ટ કોચિંગ સેન્ટર માટેની જગ્યા નો વર્ગ ફેર કરાવી આપવા બાબતે તારીખ 17-3-2023 ના પત્રથી કરેલ ભલામણ અન્યવે નિયમો અનુસાર ની કાર્યવાહી સારું અગ્ર સચિવ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને જણાવેલ છે અને આપ ને વિદિત થવા વિનંતી તેવું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્ર લખી ધારાસભ્ય રિવાબા જાડેજાને જણાવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેકટર કચેરી ખાતેથી ધારાસભ્ય રિવાબા જાડેજા ને પત્ર લખીને જણાવ્યું હતું કે 48698.00 જમીન રમત ગમત સંકુલ માટે વર્ગ ફેર કરવા બાબતે સરકારના આદેશ મેળવી આપવા માટે અત્રે થી સરકારના મહેસુલ વિભાગ માં તારીખ 13-9-2023 ના પત્ર રિવાઇઝડ દરખાસ્ત સાદર કરેલ છે.