કાર્યક્રમમાં વિરેન્દ્રભાઈ વકીલ દ્વારા બહેનોને મહિલાઓને ઉપયોગી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું, રેખાબેન રાઠવા દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી, કુસુમબેન મકવાણા દ્વારા મહિલાઓ માટેના સખી વન સ્ટોપ સેન્ટરના હેતુ અને કાર્યોની વિગતે માહિતી આપવામાં આવી, આ કાર્યક્રમાં ઉપસ્થિત બહેનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું, આ કાર્યક્રમની કોલેજનો સ્ટાફ તેમજ ટ્રસ્ટી દ્વારા સરાહના કરવામાં આવી.