Gujarat

રમશે ગુજરાત…. જીતશે ગુજરાત… સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત માનસિક ક્ષતિ ID/MR અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ એ.એન.પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલ તેજગઢ ખાતે યોજાઇ હતી

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમા 1 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી જિલ્લા કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજનારી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા છોટાઉદેપુરના તેજગઢ એ.એન.પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 મીટર દોર 200 મીટર દોર અને લાંબી કુદ, ઘોડા ફેક, જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓ માંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.

20240223_132753.jpg