*આમ આદમી પાર્ટી*
*ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં લાગુ, ભરૂચ અને ભાવનગર સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે: ઈસુદાન ગઢવી*
*24 સીટો પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે: ઈસુદાન ગઢવી*
*ભાજપને હરાવીને દેશનું લોકતંત્ર બચાવીએ, એ મુદ્દા પર ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું છે: ઈસુદાન ગઢવી*
*કોંગ્રેસની 24 સીટો પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દેશ બચાવવા માટે કામ કરશે: ઈસુદાન ગઢવી*
*ઇન્ડિયા ગઠબંધનને તોડવા આમ આદમી પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને જેલમાં નાખ્યા, તેમ છતાં પણ અરવિંદ કેજરીવાલજી અડીખમ રીતે આગળ વધ્યા: ઈસુદાન ગઢવી*
*અમને પૂરી આશા છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો ખુબ જ સારી લીડ સાથે ચૂંટણી જીતશે: ઈસુદાન ગઢવી*
*જો બધી પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધનમાં એક રહી જાત તો 370ની વાત કરવા વાળા કદાચ 170ની પણ વાત ન કરી શકતા: ઈસુદાન ગઢવી*
*હાલ આ ગઠબંધન લોકસભા ચૂંટણી માટે જ છે અને આવનારી ચાર વિધાનસભાની પેટાચૂંટણીના સમાચાર થોડા દિવસમાં આવી જશે: ઈસુદાન ગઢવી*
*અમદાવાદ/ગુજરાત*
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપની તાનાશાહી વધી રહી હતી અને લોકતંત્રની ખુલેઆમ હત્યા થઈ રહી હતી. ભાજપ દ્વારા એવો માહોલ બનાવવામાં આવ્યો કે જેમાં લોકશાહી બચાવવી હવે ખૂબ જ જરૂરી બની ગઈ હતી. માટે પાર્ટીથી ઉપર ઉઠીને દેશની ચિંતા કરવાની જરૂર બની. વ્યક્તિગત ફાયદાથી ઉપર ઉઠીને પણ કોણ ભાજપને હરાવીને દેશનું લોકતંત્ર બચાવી શકે એ મુદ્દા પર ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું છે. જેના કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું હતું. ભાજપે ઘણા ષડયંત્ર રચ્યા, આપણે જોયું કે મહારાષ્ટ્રમાં સરકાર પાડી દેવી, પાર્ટીઓ તોડી નાખવી, બિહારમાં સરકારમાં ઉલટફેર કરી નાખવું, અરવિંદ કેજરીવાલજીને એક પછી એક ઇડીના સમન્સ મોકલવા અને ધમકી અપાવવી કે તમે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ ન થતા.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આઠ સીટ માંગી છે. અમે જામનગર, દાહોદ બારડોલી, અન્ય આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર અને પંચમહાલમાં મજબૂત છીએ. અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા હતા. પરંતુ અમે તમામે નક્કી કર્યું હતું કે શીર્ષ નેતૃત્વ દ્વારા દેશ બચાવવા માટે જે પણ નિણર્ય લેવામાં આવે તેને માન્ય રાખવામાં આવશે. કારણ કે ચૂંટણીઓ આવશે અને જશે પરંતુ હાલ દેશ બચાવવો એ આપણી પહેલી ફરજ છે. અને એટલા માટે બે સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે. ભરૂચ સીટ પર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ભાવનગર સીટ પર ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા ચૂંટણી લડશે. બાકી તમામ 24 સીટો પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે. હું કોંગ્રેસના આવનારા તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું. હું તેમને ખાતરી આપું છું કે કોંગ્રેસની 24 સીટો પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દેશ બચાવવા માટે કામ કરશે.
એવી હવા બનાવવામાં આવી હતી કે ઇન્ડિયા ગઠબંધન તૂટી જશે, અમારા અને બીજી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને પણ ભરમાવવામાં આવતા હતા. પરંતુ આવી તમામ કોશિશોની હવા નીકળી ગઈ છે. હાલ આ ગઠબંધન લોકસભા ચૂંટણી માટે છે અને આવનારી ચાર વિધાનસભાની પેટાચૂંટણીના સમાચાર થોડા દિવસમાં આવી જશે. અમે કોંગ્રેસ પાર્ટીને તમામ 24 સીટો ઉપર મદદ કરવા માટે તૈયાર છીએ અને અમે કોંગ્રેસ પાસે પણ આશા રાખીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જીતે એ માટે આમ આદમી પાર્ટીને મદદ કરે અને ગઠબંધનની ફરજ નિભાવે. આપણે સાથે મળીને એવા પ્રયાસ કરવાના છે કે ભાજપ આ વખતે 26માંથી 26 સીટો ન જીતી શકે. હાલ ચૈતરભાઈ વસાવા અને ઉમેશભાઈ મકવાણાએ જોરશોરથી પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. અમને પૂરી આશા છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો ખુબ જ સારી લીડ સાથે ચૂંટણી જીતશે.
આજે અમે સૌ દેશ બચાવવા માટે ભેગા થયા છે કારણ કે કોઈના બે-ત્રણ સાંસદો વધારે ઓછા આવશે એ વાત મહત્વપૂર્ણ નથી. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે કોણ મજબૂતીથી લડીને આ દેશમાં લોકતંત્રને બચાવી શકે છે. જો બધી પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધનમાં એક રહી જાત તો 370ની વાત કરવા વાળા કદાચ 170ની પણ વાત ન કરી શકતા. બીજી પાર્ટીના નેતાઓ પાસે કોઈ મજબૂરીઓ હશે, પરંતુ અરવિંદ કેજરીવાલજી એવા નેતા છે કે આમ આદમી પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને જેલમાં નાખ્યા તેમ છતાં પણ અડીખમ રીતે અરવિંદ કેજરીવાલજી આગળ વધ્યા.
*આમ આદમી પાર્ટી ગુજરાત*