Gujarat

અર્શ ક્લિનિક અને ઇન્દુ બ્લડ બેંક નાં સહયોગ થી રંગપુર (સ) ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અર્શ ક્લિનિક તથા સૂચીત સાથ ફાઉન્ડેશન દ્વારા ઇન્દુ બ્લડ બેંક નાં સહયોગ થી આજે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર (સ) ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા નાં મધ્યપ્રદેશ સરહદી આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનેમિયા નું પ્રમાણ વધુ હોય તેમજ એએનસી બહેનો માટે તથા અવારનવાર થતી આકસ્મિક ઘટના ઓ વખતે તાત્કાલિક બ્લડ ની જરુરીયાત ઉભી થતી હોય છે તેવા સમયે છોટાઉદેપુર જિલ્લામાં બ્લડ બેંક નહીં હોવાના કારણે બોડેલી ખાતે આવેલ ઇન્દુ બ્લડ બેંક નાં બ્લડ સ્ટોરેજ કાં તો છેક વડોદરા સુધી બ્લડ બેંક માં બ્લડ માટે દોડવું પડતું હોય છે અને જરુરીયાત બ્લડ મુજબ નું સમયસર બ્લડ નહીં મળવાના કારણે ઘણા કેસમાં દર્દી નાં મરણ પામવા ની ઘટના ઓ બનતી હોય છે જે બાબતો ને ધ્યાનમાં રાખીને અર્શ ક્લિનિક નાં ડો.કનસિંગ રાઠવા તથા નર્મદા ક્લિનિક દેવહાટ નાં ડો.વિજય રાઠવા તેમજ સૂચિત સાથ ફાઉન્ડેશન નાં ડો જયેશ રાઠવા અને સમીર રાઠવા દ્વારા ઇન્દુ બ્લડ બેંક નાં સહયોગ થી જિલ્લા નાં રંગપુર (સ) ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ માં ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર નાં ડો. જીતેન્દ્ર રાઠવા , જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઇ રાઠવા તથા ફૌજી જવાનો રતુભાઈ રાઠવા સમરાજભાઈ રાઠવા, લલીતભાઇ રાઠવા , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુર સ નાં મેડિકલ ઓફિસર ડો.જયેશ રાઠવા , રંગપુર પોલીસ સ્ટેશન નાં પીએસઆઇ એ.આર ડામોર,વિનુભાઈ સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20240225-WA0089.jpg