નાથળીયા ઉનેવાળ સેવક મંડળ(મુંબઇ)સંચાલિત ઉના ખાતે આવેલ સંસ્થા નાથળીયા ઉનેવાળ બોર્ડીંગના સંકુલમાં બે દિવસીય વસંતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમાજના નૂતન કોમ્યુનિટી હોલનું લોકાર્પણ, ધાર્મિક વેદોક્ત વિધિ અનુસાર કરવા ઉપરાંત સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ, તેજસ્વીતા પ્રાપ્ત કરનાર સમાજનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોના સન્માન કરવામાં આવ્યા હતા.
તેમજ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ અંરગત સમાજના ચાર બટુકોએ વિદ્વાન શાસ્ત્રીઓના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત ધારણ કરી દીક્ષા ગ્રહણ કરેલ હતા. 39મા વસંત ઉત્સવના સમારોહ પ્રમુખ અને અતિથી વિષેશ પદે હિતેન્દ્ર શિવશંકર જોશી, સીમાબેન જોશી (લોઢવા) ડૉ.ભાર્ગવ અધ્વર્યું, આરતીબેન અધ્વર્યુંએ સ્થાન શોભાવેલ.જ્યારે કોમ્યુનિટી હોલનાં વાસ્તુ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે મનસુખલાલ ભીખાલાલ રાજગોર (ભાવનગર)વાળાએ લહાવો લઇ ધન્યતા અનુભવેલ. સિમર જગજીવન બાપુ સેવાશ્રમનાં મહંત હિંમતજીવન બાપુએ આશિર્વચન પાઠવી સમાજ પ્રત્યે સંવેદના વ્યક્ત કરેલ. શ્રી નાથળીયા ઉનેવાળ સેવક મંડળનાં પ્રમુખ નાથાલાલ રાજગોર, સહિત સમગ્ર ટ્રસ્ટીગણ, કારોબારી મેમ્બર્સ, સહિત ગૃહમાતા જયશ્રીબેન નરેશભાઈ ઉપાધ્યાય અને સ્થાનિક કાર્યકરોએ કાર્યક્રમની સફળતા માટે ખુબજ જહેમત ઉઠાવી હતી.