Gujarat

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બાળ દિવસ” નિમિત્તે સ્કૂટર રેલી યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બાળ દિવસની ઉજવણી નિમિત્તે બેટી બચાઓ બેટી પઢાઓની થીમ સાથે સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજશ્રી મુલચંદ ત્યાગીના હસ્તે આ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

 આ રેલીમાં બાળકોના અધિકારોસામાન્ય જનતાને મળતી મફત કાનૂની સહાયપોષણ અભિયાનમહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ રેલીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભીમહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના વિવિધ માળખાઓ જેવાકે સખી‘ વન સ્ટોપ સેન્ટરપોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરવિવિધલક્ષી મહિલા તાલીમ કેન્દ્રઆઈ.સી.ડી.એસ.૧૮૧ મહિલા હેલ્પલાઇનપોલીસ વિભાગજામનગર બાર એસોસીએશનનાં વકીલોકોર્ટના કર્મચારીઓશાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓનાં સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

scooter-rally-7.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *