Gujarat

આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયા, શ્રી અમરિષભાઇ ડેર, કોંગ્રેસના લોકસભા અને વિઘાનસભાના પુર્વ ઉમેદવાર શ્રી મુળુભાઇ કંડોરીયા તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા જોડાયા.

આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયા, શ્રી અમરિષભાઇ ડેર, કોંગ્રેસના લોકસભા અને વિઘાનસભાના પુર્વ ઉમેદવાર શ્રી મુળુભાઇ કંડોરીયા તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા જોડાયા.

આજે મોટા મોટા રાજયોમા પણ જ્ઞાતિવાદને નેવે મુકી વિકાસના જે પરિણામ આપણે જોઇએ છીએ તેનાથી વિરોધી પાર્ટીઓની આંખ ખુલી ગઇ છે.શ્રી સી.આર.પાટીલ

આજે દેશમા ઝડપથી વિકાસના કામો થઇ રહ્યા છે તે જોઇ આજે વિકસીત દેશો પણ માને છે કે ભારત ઝડપથી વિકસીત દેશ બનશે.- શ્રી સી.આર.પાટીલ

આઝાદી સમયે દેશના બે પુત્ર સરદાર સાહેબ અને મહાત્માગાંઘીજી દેશનું નેતૃત્વ કરતા અને આજે શ્રી મોદી સાહેબ અને શ્રી અમિતભાઇ શાહ સાહેબ દેશનુ નેતૃત્વ કરી રહ્યા છે. – શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા

વિઘાનસભા અને લોકસભામાં ભાજપની બહુમતી છે એટલે કઇ ખૂટતુ હતુ એટલે હુ ભાજપમા જોડાયો તેમ નથી પણ રાજનિતિમા આવી આર્થિક અને સામાજીક બદલાવ લાવવા કામ કરવા આવ્યો છું.- શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા

મે જે સપનુ પોરબંદર અને ગુજરાત માટે જોયુ હતુ તે સ્વપ્ન આજે ભાજપમા શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા પુરુ થતુ દેખાય છે. -શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા

કોંગ્રેસના મોવડીમંડળને નજીકના લોકોએ મીસગાઇડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે જે કોંગ્રેસનુ નિવેદન આવ્યુ તેનાથી ઘણો આઘાત લાગ્યો હતો.– શ્રી અમરિષભાઇ ડેર
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એખ અખબારી યાદીમા જણાવે છે કે, દેશના પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અને સહકારિતામંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમા છેલ્લા ૧૦ વર્ષમા દેશ જે રીતે વિકાસ કરી રહ્યો છે તેમજ દેશમા જે રીતે પરિવારવાદની રાજનીતીની જગ્યાએ વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી છે તેમજ ગુજરાતમા રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમા રાજયનો વિકાસ અને સંગઠન શક્તિ વધુને વધુ મજબૂત થઇ રહી છે. જેના કારણે રાજકીય પાર્ટી અને સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમા જોડાઇ રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયા તેમજ શ્રી અમરિષભાઇ ડેર, કોંગ્રેસના લોકસભા અને વિઘાનસભાના પુર્વ ઉમેદવાર શ્રી મુળુભાઇ કંડોરીયા, કોંગ્રેસના અમદાવાદ શહેરના ઉપપ્રમુખશ્રી ભુપેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના ઉપપ્રમુખ શ્રી દિગ્વિજય દેસાઇ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી વિશાલ સોલંકી, સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રી હિતેષભાઇ પટેલ, પુર્વ સાંસદ ઉમેદવારશ્રી ધર્મેષકુમાર પટેલ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમા જોડાયા.
આ કાર્યક્રમમા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા ૧૦ વર્ષમા દેશમા વિકાસના અનેક કામો કર્યા છે. જ્ઞાતિ, ભાષા, પરિવારવાદની રાજનીતીથી પર થઇ વિકાસની રાજનીતી વડાપ્રધાનશ્રીએ પ્રસ્થાપિત કરી છે. આજે મોટા મોટા રાજયોમા પણ જ્ઞાતિવાદને નેવે મુકી જે પરિણામ આપણે જોઇએ છીએ તેનાથી લોકો જાગૃત થયા છે. આજે પ્રધાનમંત્રીશ્રીએ સાબિત કરી આપ્યુ કે દેશમા વિકાસના આધારે જ રાજનિતી કરવી જોઇએ. આજે દેશની મહિલાઓ પોતાને વધુ સુરક્ષિત માને છે. નરેન્દ્રભાઈ મોદી ચાર સ્તંભ પર વધુ ભાર આપે છે જેમા મહિલા,યુવા,ગરિબ અને ખેડૂત. આજે દેશની મહિલાઓ પોતાને સુરક્ષિત માને છે. મહિલાઓને તાલુકા-જીલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગરપાલિકામા ૫૦ ટકા અનામત અપાવ્યું તેમજ લોકસભા અને રાજયસભામાં પણ મહિલાઓને ૩૩ ટકા અનામત અપાવ્યું છે. દેશના યુવાનો સ્વાવલંબી બને તે માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. ખેડૂતો લાચાર ન બને તેમની આર્થિક સ્થિતિ સુધરે, તેમના પાક ડબલ થાય તે દિશામા કામ કર્યુ છે. ગરીબ લોકો પણ દેશના વિકાસમા ફાળો આપે તે માટે ગરીબો માટે પણ યોજનાઓ જાહેર કરી છે. તેમજ દસ વર્ષમા ૨૫ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, આજે દેશ ઝડપથી વિકસિત થઇ રહ્યા છે તે જોઇ આજે વિકસિત દેશો પણ માને છે કે ભારત ઝડપથી વિકસિત દેશ બનશે. આવો સૌ સાથે મળી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમા ગુજરાત સાથે દેશના વિકાસમા યોગદાન આપીએ. આજે ભાજપમા જોડાઇ રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન.
શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયા એ જણાવ્યું કે, મેં ગઇકાલે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો. દેશને આઝાદી મળી તે પછી મહાત્માગાંઘીએ કહ્યુ કે દેશને આર્થિક અને સામાજીક આઝાદી મેળવવાની બાકી છે. આજે પણ આ સ્વપનું મુશ્કેલ લાગે છે.આઝાદી સમયે દેશના બે પુત્રો સરદાર સાહેબ અને મહાત્માગાંઘીજી દેશનું નેતૃત્વ કરતા અને આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઇ શાહ દેશનુ નેતૃત્વ કરી રહ્યા છે. દેશમા સામાજીક અને આર્થિક બદલાવ લાવવાનું જે કામ અધુરુ હતું તે કામ આજે આ કદાવર નેતાઓ કરી રહ્યા છે. તે વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી અને આ વખતે આર્થિક અને સામાજીક આઝાદી મેળવવાની છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમા દેશના નાગરિકો એક થઇ સામાજીક અને આર્થિક રીતે બદલાવ લાવવાનું કામ કરી રહ્યા છે તેમા હું આજે જોડાયો છું.
શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, હું કોંગ્રેસ સાથે ૪૦ વર્ષથી જોડાયેલો હતો. કપરા સંજોગોમા કોંગ્રેસનુ નેતૃત્વ કર્યુ હતુ , ૪૦ વર્ષના જાહેરજીવનમા ૨૦ વર્ષ કોંગ્રેસનુ નેતૃત્વ કર્યુ. સ્વાર્થ હોત તો તે જ સમયે ભાજપમા જોડાઇ ગયો હોત. ભાજપે આ વખતે ગુજરાતમા રેકોર્ડ બ્રેક ૧૫૬ બેઠકો પ્રાપ્ત કરી છે. લોકસભામા એનડીએની બહુમતી છે. એટલે કઇ ખૂટતુ હતુ અને ઉમેરવા આવ્યો તેમ નથી. રાજનીતીમા આવી આર્થિક અને સામાજીક બદલાવ લાવવા કામ કરવા આવ્યો છું. કોંગ્રેસમા રહી જનતાના કામ કરી શકુ તેમ ન હતુ કોંગ્રેસમા બદલાવ લાવવાના પ્રયાસ તમામ નેતાઓએ કર્યા હતા તે નિષ્ફળ ગયા છે. મે જે સ્વપ્ન પોરબંદર અને ગુજરાત માટે જોયુ હતુ તે સ્વપ્ન આજે ભાજપમા શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા પરિવર્તન થતુ દેખાય છે. કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો કોઇ લાલચ ના કારણે નહી પણ બદલાવ લાવવાના હેતુથી આજે ભાજપમા જોડાઇ રહ્યા છીએ.
શ્રી અમિરષભાઇ ડેર એ જણાવ્યું કે, કચ્છમા ભૂકંપ અને સુરતમા પ્લેગ સમયે અમરેલી જીલ્લા યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે કામ કરવાની તક ભાજપમાંથી મળી હતી. ૨૦૦૩ અને ૨૦૧૦ થી ભાજપમા રહી ઘણા કામો કર્યા હતા. કોંગ્રેસનુ મોવડીમંડળને નજીકના લોકોએ મિસગાઇડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે જે કોંગ્રેસનુ નિવેદન આવ્યુ તેનાથી ઘણો આઘાત લાગ્યો. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમા ઘણા વિકાસના કામો કર્યા છે. હું આજે કોંગ્રેસ સાથે છેડો ફાળી ભાજપમા જોડાયો છું. આવનાર સમયમાં કાર્યકર્તા તરીકે જે પણ જવાબદારી આપશે તેને નિષ્ઠા પુર્વક નિભાવીશ. અને ભાજપમાં જોડવા બદલ ભાજપના અગ્રણીનેતાઓનો આભાર વ્યકત કરેલ.
આ કાર્યક્રમમા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરઘનભાઇ ઝડફીયા, શ્રી જયંતિભાઇ કવાડિયા, શ્રી એમ.એસ.પટેલ, મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ રિપોર્ટર મિહિરભાઈ શિકારીની અખબાર યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશ વિસાવદર

IMG-20240305-WA0031-2.jpg IMG-20240305-WA0032-1.jpg IMG-20240305-WA0029-0.jpg