વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સંખેડામાં ૭૩ જૂથોને ૧ કરોડ ૯ લાખથી વધુની સહાય વિતરણ
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત માન.વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ ઉપસ્થિતી અને માન મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પાટણ ખાતે “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો હતો. રાજયના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં માન.ધારાસભ્યશ્રી, માન.સાંસદ સભ્યશ્રી અને સ્થાનિક પદાધિકારીની ઉપસ્થિતીમાં ૧૩ હજારથી વધુ સ્વ સહાય જૂથની ૧ લાખ ૩૦ હજાર થી વધુ મહિલાઓને રૂ. ૨૫૦ કરોડથી વધુ સહાય વિતરણ કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર,કવાંટ,સંખેડામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.
છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ડી.બી પારેખ હાઇસ્કુલમાં “નારી શક્તિ વંદના”કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબહેનના અધ્યક્ષપદે યોજાયો હતો.શ્રીમલકાબહેને નારી શક્તિને સંબોધતા જણાવ્યું હતુ કે, સ્વ સહાય જૂથની રચના બહેનોને આગળ લાવવા કરવામાં આવી હતી.આ સ્વ સહાય જૂથો થકી બહેનો પગભર અને આત્મનિર્ભર બની છે. નાની-નાની બચત
થકી મહિલાઓએ બાળકોના વિદેશ જવાના સ્વપ્ન સાકાર કર્યા છે.

આ પ્રંસગે સંખેડા ૧૩૯ના ધારાસભ્યશ્રી અભેસિહં તડવીએ “નારી શક્તિ વંદના”કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને આપવાની સહાય વિતરણની માહિતી આપતા જણાવ્યું હતું કે કુંલ ૭૩ જૂથોને ૧ કરોડ ૯ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. આ સહાયથી બહેનો પશુપાલન,કૃષિ,કૂટિર ઉદ્યોગક્ષેત્રે પગભર બનશે.તેઓએ બાળા,કિશોરી અને મહિલાઓને મળતી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
માન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલનું પ્રેરક વર્ચ્યુઅલ ઉદબોધન મહિલાઓએ નિહાળ્યુ હતું.
“નારી શક્તિ વંદના” કાર્યક્રમમાં સંખેડાના ભાટપુર ગામના ઓમ નમ શિવાય સખી મંડળના દક્ષાબહેન તડવી,બોડેલી સૂર્યાઘોડા જય ખોડિયાર સખી મંડળના કૈલાસબહેન તડવી અને નેહલબહેન સોલંકીએ પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન પટેલ,સંખેડા ધારાસભ્ય અભેસિહં તડવી,જિલ્લા વિકાસ એજન્સિ નિયામક કે.ડી.ભગત, બોડેલી પ્રાંતઅધિકારી શ્રીમતી મૈત્રીદેવી સિસોદિયા, બોડેલી, નશવાડી, સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

