સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમા સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. તા.5.3.2024ના રોજ કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા,લોકસભા પ્રભારી અનિલભાઈ પટેલ જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ,મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ,ધારાસભ્ય કિરીટસિંહ રાણા સંયોજક નિલેશભાઈ શેઠ,સહકાર ક્ષેત્રના ચેરમેનશ્રી બાબાલાલ ભરવાડ,મંગળસિંહ પરમાર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ , હાર્દિકભાઈ ટમાલીયાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

