Gujarat

શિવજી કી સવારી પૂર્વે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિનો તાગ લીધો

શુક્રવારે રણમુક્તેશ્વર મહાદેવથી ‘શીવજી કી સવારી’ નીકશે અને રાવપુરા કૈલાસધામ ખાતે પૂરી થશે. સવારીના અનુંસધાને બુધવારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ફુટ પેટ્રોલિંગ કરી બંને સમુદાયના લોકો સાથે શાંતિ સમીતીની બેઠક કરી હતી. જેસીપી મનોજ નિનામાંએ જણાવ્યું કે, યાત્રામાં લાખો ભક્તજનો સાથે એક ડીજે, એક બેન્ડ અને આયોજકોના 5 વાહનો હશે. ગલી મહોલ્લા બહાર સ્ડેન્ડીંગ ડીજે રાખી શકાશે.

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે, સવારી રાબેતા મુજબ નિકળશે, પોલીસ સાથે ચર્ચા કરીને આયોજન કરવામાં આવ્યું છે. જ્યા સવારીનુ સ્વાગત થાય છે ત્યાં ડીજે રાખી શકાશે. સવારીમાં 3 લાખથી વધુ ભક્તો જોડાશે. જેને લઈ 5 હજારથી વધુનો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ત્યારે સિટી, વાડી અને પાણીગેટ પોલીસ સહિત જેસીપી, ડીસીપી સહિત અધિકારીઓએ ફુટ પેટ્રોલિંગ કરી ગલીઓ, ધાબા તપાસી સિટી પોલીસ મથકે બેઠક યોજાઇ હતી.

બાળકોના હિતમાં વાહનો નહીં રાખીએ

શિવજી કી સવારીમાં અન્ય સંસ્થાના વાહનો નહીં જોડાય, વાહનોમાં મોટે ભાગે બાળકો જ હોય છે. હાલમાં જ હરણી લેક ઝોન દુર્ઘટના બની છે, જેમા બાળકોના મૃત્યું થયાં છે. સવારીમાં લાખો લોકો હોય છે. બાળકોને નુકશાન ન પહોંચે તે માટે કોઈ સંસ્થાના વાહનોને પરવાનગી નથી આપી.