છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે સભાખંડમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા યોજાઇ હતી. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્યો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં જિલ્લાના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.


