છોટાઉદેપુર ના ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ બની રહ્યું છે. જેની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીનું નિરીક્ષણ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કર્યું હતું .

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા, ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા ઉપસ્થિત રહી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય એ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી.

