છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા, ભાજપમાં યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મલાજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1 કરોડના 60 લાખના ખર્ચે બનશે. આ વિસ્તારના લોકોની માગણીને ધ્યાને લઈને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેને લઈને ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.



