Gujarat

જુનિયર રેડક્રોસની ચિત્ર સ્પર્ધા

સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે ચાલતા એનએસએસ યુનિટના સહયોગથી આ વર્ષે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ 9 થી  12 સુધીના કુલ 242 વિદ્યાર્થીઓનું જુનિયર રેડ ક્રોસ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું . તેના અનુસંધાને તારીખ 6 ફેબ્રુઆરી 2024 ના રોજ શાળામાં   રક્તદાન મહાદાન વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના કુલ 2 28 વિદ્યાર્થીઓએ ભાગ લીધો . જેમાંથી શ્રેષ્ઠ પાંચ ચિત્રોને અનુક્રમે 1થી 5 નંબર આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર  પ્રશાંત ક્રિશ્ચિયન અને માધ્યમિક વિભાગ ના ચિત્ર શિક્ષક મુકેશભાઈ પટેલના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યું હતું .