Gujarat

ચાપરડા આનંદધારા ગ્રામ માંગલ્ય સહયોગ યજ્ઞ દ્વારા સ્કાઉટ ગાઇડની તાલીમ સંપન્ન

ચાપરડા આનંદધારા ગ્રામ માંગલ્ય સહયોગ યજ્ઞ દ્વારા સ્કાઉટ ગાઇડની તાલીમ સંપન્ન

વિસાવદર પાસેના બ્રહ્માનંદ વિદ્યામંદિર ચાપરડા મુકામે આનંદધારા ગ્રામ્ય માંગલ્ય સહયોગ યજ્ઞ દ્વારા પૂ.મુક્તાનંદ બાપુની પ્રેરણાથી અને ડો. નલિન પંડિત અને ઉપાધ્યાયશ્રીના માર્ગદર્શન અંતર્ગત સ્કાઉટ ગાઈડની તાલીમ તા. ૯-૧૦ માર્ચના રોજ બે દિવસ એક જીવન લક્ષી તાલીમનું સુંદર આયોજન કરવામાં આવેલ.
ચાપરડા મુકામે ભાવનગરથી આવેલા રાષ્ટ્રીય અને રાજ્યમાં જેનું સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિમાં નામ છે તેવા અજયભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા સ્કાઉટગાઈડની બે દિવસય તાલીમ આપવામાં આવેલ.જેમાં આનંદધારાની કુલ પાંચ શાળાઓ માંડાવડ પ્રા.શાળા, રાવણી( કુબા) પ્રા.શાળા, બ્રહ્માનંદ વિદ્યામંદિર, નાનાકોટડા પ્રા.શાળા અને ચિખલ કુબા( નેસ ) પ્રા.શાળાના સ્કાઉટ વિરોએ ભાગ લીધેલ.
સ્કાઉટ ગાઈડની તાલીમમાં સ્વચ્છતા, ખરી કમાઈ, સદગુણોનો વિકાસ, માનવ સેવા, પ્રાથમિક સારવાર( ફર્સ્ટ એડ), તંબુ બાંધવા, વિવિધ દોરડાઓની ગાંઠો બાંધવી, ફાયર કેમ્પ,સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્કાઉટ ધ્વજવંદન જેવી વિવિધ તાલીમ આપવામાં આવેલ.
આ તાલીમમાં પૂ.મુક્તાનંદ બાપુએ આ તકે ખાસ હાજરી આપેલ .પૂ.બાપૂએ તાલીમાર્થીઓને પોતાના જીવનમાં કૌશલ્યતાના ગુણ કેળવવા અને આ બધી પ્રવૃતિઓથી સારો માનવી બનવા શીખ આપેલ.
આ તાલીમને સફળ બનાવવા આનંદધારાની સમગ્ર ટીમના સભ્યો કાળુભાઈ વેગડા, , દિપકભાઈ તેરૈયા, ઘનશ્યામભાઈ વગેરેએ સારી એવી જહેમત ઉઠાવેલ. આ તાલીમમાં ભાગ લેનાર શાળાના શિક્ષક મિત્રો ઉમેશભાઈ રિબડીયા, ચંદ્રેશભાઇ જોશી, રાઠોડભાઇ એ ખાસ હાજરી આપેલ. તેમ આનંદધારાના પ્રતિનિધિ શ્રી ભાનુભાઇ જોશીની યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશ વિસાવદર

IMG-20240310-WA0101-1.jpg IMG-20240310-WA0100-0.jpg