વિસાવદર પાસેના કંઠડેશ્વર આશ્રમમાં બ્રહ્મલીન પૂ.વિઠ્ઠલભારતીબાપુના સમાધિ મંદિરનું ખાતમુહૂર્ત
વિસાવદર પાસેના કંજડેશ્વર મહાદેવ આશ્રમના મહંત પૂ. કાળુભારતી બાપુના વરદ હસ્તે બ્રહ્મલીન ગુરુ પૂ. વિઠ્ઠલભારતીબાપુના સમાધિ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ.
આજ તા.૧૧-૩-૨૦૨૪ ના રોજ શાસ્ત્રી નિર્મળભાઈ ખંભોળજાના મુખેથી શ્લોક, મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સમાધિ સ્થળ ઉપર પૂ. બાપુના ચરણ પાદુકાઓની વિધિવત પૂજા, અર્ચના કરી ખાતમુહૂર્ત કરવામાં આવેલ.
ત્યારબાદ પૂ.બાપુના બહોળા સેવક સમુદાય વચ્ચે ઢોલ-નગારાના નાદ સાથે સમાધિ સ્થળે શ્રીફળ, અબીલ, ગુલાલ કંકુ સાથે સમાધિ મંદિરના પાયાનો શુભારંભ કરવામાં આવેલ.
ખાતમુહૂર્ત વેળાએ ઉપસ્થિત જૂનાગઢ જિ.પં.ના પૂર્વ ઉ.પ્રમુખ વિપુલભાઈ કાવાણી, પૂ. કાળુભારતીબાપુના સેવક વડોદરા સ્થિત બિલ્ડર સુરેશભાઈ પાનસુરીયા, વિસાવદર વરિષ્ઠ પત્રકાર સી. વી. જોશી. તેમજ બહોળી સંખ્યામાં ધર્માનુંરાગી ભાઈઓ, બહેનો અને સેવકો ઉપસ્થિત રહેલ. અંતમાં આશ્રમમાં પ્રસાદી ગ્રહણ કરી ઉપસ્થિત સૌએ ધન્યતા અનુભવેલ.
સી. વી. જોશી વિસાવદર




