ઇસ્લામાબાદ
અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન આમીર ખાન મુત્તકી પાકિસ્તાનના પ્રવાસે છે. આ ઇન્ટરવ્યુ નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન મુદ્દે મળેલ આઠ દેશોની મંત્રણા પછી આપવામાં આવ્યો છે. ભારતમાં અફઘાનિસ્તાન મુદ્દે મળેલ મંત્રણામાં ભારત ઉપરાંત ઇરાન, કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, રશિયા, તજિકસ્તાન, તુર્કીમિનીસ્તાન અને ઉઝબેકિસ્તાને ભાગ લીધ હતો.અફઘાનિસ્તાન ભારત સહિતના કોઇ પણ દેશ સાથે સંઘર્ષમાં ઉતરવા માગતું નથી તેમ યુદ્ધગ્રસ્ત દેશના તાલિબાનના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારના કાર્યકારી વિદેશ પ્રધાન આમીર ખાન મુત્તકીએ એક નિવેદનમાં જણાવ્યું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન વિદેશ પ્રધાનને પૂછવામાં આવ્યું હતું કે તાલિબાનની સરાકરમાં તેના ભારત સાથેના સંબધો કેવા રહેશે. કોઇ મહિલા પત્રકાર સાથેનો તેમનો આ પ્રથમ ઇન્ટરવ્યુ હતો. તેમણે જણાવ્યું હતું કે અમે કોઇ પણ દેશ સાથે સંઘર્ષમાં ઉતરવા માગતા નથી. જ્યારે અમે મોસ્કો કોન્ફરન્સમાં ભાગ લીધો ત્યારે તેમાં ભારત, પાકિસ્તાન અને અન્ય દેશોના પ્રતિનિધિઓ પણ હાજર હતાં. આ કોન્ફરન્સમાં અમે તમામ દેશોના પ્રતિનિધિઓ સાથે સાનુકુળ મંત્રણા કરી હતી.