Gujarat

અમરેલી આનંદો… કૌશિક વેકરિયાના પ્રયત્નોથી અમરેલીની પ્રજાને મળી નેચરલ ફાર્મિંગ કૉલેજ

અમરેલી આનંદો…

કૌશિક વેકરિયાના પ્રયત્નોથી અમરેલીની પ્રજાને મળી નેચરલ ફાર્મિંગ કૉલેજ

કૃષિપ્રધાન અમરેલીના પ્રાકૃતિક કૃષિ તરફ લઈ જવા માટે કૌશિકભાઈ વેકરીયાના પ્રયાસોનું સકારાત્મક પરિણામ

રૂપિયા 35 કરોડ 11 લાખના ખર્ચે અમરેલી ખાતે આકાર લેશે અદ્યતન પ્રાકૃતિક કૃષિ કૉલેજ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રીશ્રી રઘવજીભાઈ પટેલનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કરતા કૌશિક વેકરીયા

અદ્યતન બિલ્ડિંગ સાથે અમરેલીને મળશે નેચરલ ફાર્મિંગ કૉલેજની ભેટ

અમરેલીના યુવા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાના સફળ પ્રયત્નોને કારણે રાજ્ય સરકારના કૃષિવિભાગ દ્વારા અમરેલીમાં નેચરલ ફાર્મિંગ કૉલેજને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. કૃષિપ્રધાન અમરેલીના પ્રાકૃતિક કૃષિ તરફ લઈ જવા માટે કૌશિકભાઈ વેકરીયાના પ્રયાસોનું સકારાત્મક પરિણામ મળતા અમરેલી જિલ્લાના યુવાનો માટે ઘરઆંગણે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની ઉત્તમ તક મળી રહેશે.
અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ આ અંગે રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો હોવાથી આ જિલ્લાને પ્રાકૃતિક ખેતી માટેની કૉલેજ મળે તેના માટે પોતે રાજ્ય સરકારને અને કૃષિ વિભાગને ભારપૂર્વક રજૂઆત કરી હતી. મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પણ પ્રાકૃતિક ખેતીમાં વિશેષ રસ લઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે પણ આ રજૂઆતને હકારત્મક રીતે લઈને અમરેલીને આ વિશેષ ભેટ આપી છે. જે માટે અમરેલીની પ્રજા વતી તેઓશ્રીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રીશ્રી રઘવજીભાઈ પટેલનો વિશેષ રૂપે આભાર માન્યો છે.
રાજયના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.14/3/2024 ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે રૂપિયા 26 કરોડનાં ખર્ચે અદ્યતન બિલ્ડિંગ વિથ ફર્નિચર બનશે તથા 4 કરોડના ખર્ચે અદ્યતન ઉપકરણ ખરીદાશે અને 4 કરોડ કરતાં વધુંની રકમ આનુસાંગિક ખર્ચ માટે વાપરવાની મંજૂરી આપવામાં આવેલ છે.