Gujarat

અમેરિકાએ નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું,“તે તેના પર ખાસ નજર રાખી રહ્યું છે”, અમેરિકાના નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે તેમને જવાબ આપ્યો

CAA મામલે વચ્ચે ન પડે અમેરિકા, આ ભારતનો આંતરિક મામલો : વિદેશ મંત્રાલય

ભારતમાં ઝ્રછછ લાગુ થયા પછી, ઘણા આંતરરાષ્ટ્રીય દેશો અને સંસ્થાઓએ તેના પર ટિપ્પણી કરી છે. અમેરિકાએ નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું છે કે તે તેના પર ખાસ નજર રાખી રહ્યું છે. અમેરિકાના આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે તેમને જવાબ આપ્યો છે. સ્ઈછએ કહ્યું કે ‘CAA કાયદો એ ભારતનો આંતરિક મામલો છે, તે માનવાધિકાર પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. CAA દ્વારા લોકોને નાગરિકતા મળશે, કોઈની નાગરિકતા છીનવાશે નહીં.

અમેરિકા પર આકરા પ્રહારો કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મામલે અમેરિકા અથવા અન્ય દેશોનું નિવેદન બિનજરૂરી છે અને તથ્યો પર આધારિત નથી. ભારતમાં તમામ ધર્મના લોકો માટે બંધારણીય અધિકારો અસ્તિત્વમાં છે. જેમને ભારતની પરંપરાઓ અને પ્રદેશના વિભાજન પછીના ઈતિહાસની જાણ નથી તેમણે ભાષણ આપવું જાેઈએ નહીં. ભારતના ભાગીદારો અને શુભેચ્છકોએ આ હેતુને આવકારવો જાેઈએ.

મંત્રાલયે કહ્યું કે ઝ્રછછ નાગરિકતા આપવા વિશે છે, નાગરિકતા છીનવી લેવા વિશે નથી. તેમણે કહ્યું કે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઘણા આંતરરાષ્ટ્રીય દેશોએ CAAના અમલીકરણ પર ટિપ્પણી કરી છે જે ખોટી માહિતી અને અયોગ્ય છે. ભારતનું બંધારણ તેના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપે છે. સ્ઈછએ કહ્યું કે પાડોશી દેશમાં લઘુમતીઓ પર કોઈપણ પ્રકારના દમન પર ચિંતા વ્યક્ત કરવામાં કોઈ ખોટું હોઈ શકે નહીં. મતબેંકની રાજનીતિને તકલીફમાં રહેલા લોકોની મદદ સામે તોલવી ન જાેઈએ.