Gujarat

જેતપુરમાં રોજ ઠલવાય છે લાખો રૂપિયાનું કપાયેલું લાકડું ??

આટલું બધું કપાયેલું વૃક્ષનું લાકડું આવે છે ક્યાંથી તપાસનો વિષય
જંગલ ખાતાના ઉચ્ચ સત્તાધીશો તપાસ કરે તો બહાર આવશે મસ મોટું કૌભાંડ
જેતપુરના સાડી કારખાનામાં લિગ્નાઇટ કોલસો ના વપરાશ પર પાબંધી આવ્યા બાદ અહીંના તમામ સાડી કારખાનાઓમાં બાયોકોલનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વાત સમસ્ત સાડી ઉદ્યોગ માટે સારી છે. પરંતુ અહીંના મોટાભાગના સાડી કારખાનામાં પહોંચતું વૃક્ષનું લાકડું ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદો વ્યાપક બની છે. લાગતા વળગતા શખ્સો એ જાણે જંગલ ખાતા સાથે સાંઠગાંઠ રચી દીધી હોય તેમ જેતપુરથી ચારે બાજુ વિસ્તારો અને શહેરોને ગામડામાંથી બે રોકટોક લાકડું શહેરમાં ઠલવાય રહ્યું છે.
 આ તમામ લાકડું ગેરકાયદેસર રીતે વૃક્ષ છેદન કરીને પહોંચાડવામાં આવતો હોવાને ફરિયાદો તપાસમાં જેવી છે. જાણકારો કહે છે કે જો આ બાબતે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
અમરેલી જિલ્લાના બગસરા ધારી ખાંભા ,ગોંડલ કુંભાજી, દેરડી, વાસાવડ, ગોંડલ તાલુકામાં ઘણા વિસ્તારો ઉપરાંત કુતિયાણા પાટણવાવ ભાયાવદર જામજોધપુર આવા અનેક ગામોમાંથી વૃક્ષોના કટીંગ પહોંચે છે.
એવી પણ જાણકારી મળી છે કે
જુનાગઢ કેશોદ મેંદરડા ખડીયા બીલખા ભેસાણ જેવા અનેક વિસ્તારોમાંથી વૃક્ષોના કટીંગ જેતપુર ડાઇંગ ઉદ્યોગમાં પહોંચી રહ્યા છે જો ઉદ્યોગ,  કારખાનામાં ચેક કરવામાં આવે તો ગેરકાયદેસર વૃક્ષો નું છેદન કૌભાંડ ઝડપી પાડી શકી અને ત્યાંથી આ વૃક્ષો આવ્યા છે તેની તપાસ પણ થઈ શકે.
વૃક્ષોના કટીંગના માફિયાઓ બેફામ બન્યા છે
અને જેતપુર ડાઈંગ ઉદ્યોગમાં બેફામ વૃક્ષોના કટીંગ પહોંચી રહ્યા છે અને તેનો લાભ સીધા વૃક્ષોના માફિયા લઈ રહ્યા છે.આ પ્રકારની ગેરકાયદેસર ગાડીઓ ચાલતી હોય તેની માટે કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં લેવા જોઈએ અને આવી ગાડીઓ પકડી અને જે કોઈ કારખાના  માટે લવાતી હોય તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
બોક્સ ઉચ્ચ જંગલ ખાતાના સતાધીશો જાગશે ખરા??
જેતપુર શહેરમાં ચારે બાજુથી આવતા કપાયેલા લાકડા.બાબતે જો તપાસ કરવામાં આવે તો લાગતા વળગતા જંગલ ખાતાના સત્તાધીશો એક વૃક્ષો કાપતા માફિયા સાથે મીલી ભગત હોવાનું બહાર આવે તેમ હોવાનું જાણકારો કહે છે લાગતા વળગતા ઉચ્ચ જંગલ ખાતા ના સત્તાધીશો એ તાત્કાલિક જેતપુર ખાતે વોચ ગોઠવીને કપાયેલા વૃક્ષો ભરીને આવતી ગાડીઓ વાહનો રોકીને તપાસ કરવી જોઈએ કે આ લાકડું ક્યાંથી આવ્યો અને જો આવી રીતે કડક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ હોવાનું જાણકારો કહે છે.
સ્મશાન માટે લાકડું લઈ જવાનું કહીને હજારો રૂપિયામાં જેતપુરમાં લાકડું વેચી નાખવાનું કૌભાંડ આવ્યું બહાર
જેતપુર શહેરના મોટાભાગના સાડી કારખાનાઓમાં ચારે બાજુથી લાકડું આવી રહ્યું છે. ત્યારે અહીં એક લાકડાની ગાડીવાળા પાસેથી લાકડાની આધાર પુરાવા માંગવામાં આવતા તેમણે વિસાવદર તાલુકાના કુબા ગામના સરપંચનો એક પત્ર આપ્યો હતો અને તેમાં કહ્યું હતું કે આ લાકડું સ્મશાનમાં લઈ જવાનું છે પરંતુ સ્મશાનમાં લઈ જવાને બદલે આ લાકડું વિસાવદર પંથક માંથી છેક જેતપુર સુધી પહોંચી જતા આવી રીતે કાયમી વૃક્ષ છેદન કરીને લાકડાનો મોટો કારોબાર ચાલતો હોવાનું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી લાગતા વળગતા જંગલ ખાતાના અધિકારીઓએ કેમ આવી ગાડી ને કોઈ દિવસ રોકીને તપાસના કરી તે પણ તપાસનો વિષય છે.
કુબા ગામના સરપંચ મૂળજીભાઈ નાથાભાઈ વિરોડીયા એ જણાવ્યું હતું કે તેમના ગામનો કોઈ ખેડૂત સ્મશાનમાં લાકડા ની જરૂર છે એટલે લાકડા જોઈએ છે તેવું કહેતા તેમને ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર લખી દેવામાં આવ્યું હતું. પરંતુ લાકડું ક્યાં સ્મશાનમાં નાખવાના છે તેનો ઉલ્લેખ નહીં કરાતા લાકડું લઈ જનાર ખેડૂતે સમસ્ત ગામ અને પંચાયતને મૂરખ બનાવીને લાકડું અહીંથી ઉપાડીને જેતપુર પહોંચાડ્યું છે જે ખરેખર ગેરકાયદેસર વાત કહેવાય સરપંચે ટેલીફોન એક વાતચીત દરમિયાન એવી પણ માફી માગી હતી કે હવે લાકડા માટે તેઓ કોઈ દિવસ કોઈને ગ્રામ પંચાયતનો લેટરપેડ નહીં આપે એ
ફોરેસ્ટ વિભાગની નાક નીચેથી જો જેતપુરમાં આટલું બધું ચેડેચોકે મસમોટું લાકડાં પહોચાડવાનું.કારસ્તાન ચાલતું હોય એ ઉપરાંત ડાઇંગ ઉદ્યોગમાં તેમનો વપરાશ બે રોકટોક થતો હોય ત્યારે આ નરી વાસ્તવિકતા આખે ઉડીને વળગે તેવી છે આ વચ્ચે કેમ ફોરેસ્ટ વિભાગ દ્વારા કઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી તે પણ મોટી વાત છે. ત્યારે આ બાબતે કઇક રંધાતું હોવાની ચર્ચા શહેરમાં ઉઠવા પામી છે.