જામનગરમાં વકીલ હારૂન પાલેજાની બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા નિપજાવાયા બાદ પોલીસે 15 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આ મામલાની તપાસ માટે ગઈકાલે જ સીટની રચના કરવામાં આવી હતી. હત્યાના 7 દિવસ બાદ પોલીસે આ મામલામાં પ્રથમ ધરપકડ કરી છે.
બશીર સાયચા નામના શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બેડી વિસ્તારમાં વકીલની હત્યા નિપજાવવામાં આવી હતી
વકીલ હારુન પાલેજા સાત દિવસ પૂર્વે બેડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સાયચા ગેંગના સભ્યો અને અન્ય શખ્સોએ મળી વકીલ પર હુમલો કરી હત્યા નિપજાવી હતી.
તમામ આરોપીઓ હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. વકીલ અને કોંગ્રેસ આગેવાનની સરાજાહેર થયેલી હત્યાના જામનગર સહિત ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા હતા.
હત્યા કેસની તપાસ માટે જામનગર એસપી દ્વારા ગઈકાલે જ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. વકીલની હત્યા કેસ મામલે 15 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પૈકીના બશીર સાયચા નામના આરોપીની જામનગર પોલીસે ધરપકડ કરી છે.
જેને 14 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.