Gujarat

હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીને મારવાના કેસમાં યુનિવર્સિટીના કુલપતિના રાજીનામાની માગ

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એનઆરઆઈ હોસ્ટેલમાં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ સાથા મારીમારી અને ઘર્ષણના પ્રકરણમાં એનએસયુઆઈએ બુધવારે યુનિવર્સિટીમાં વિરોધ કર્યો હતો.

યુનિવર્સિટીમાં બોય્ઝ અને ગર્લ્સ એનઆરઆઈ હોટેલ એક જ હોવાથી તેમજ સિક્યુરિટી નિષ્ક્રિયતાને લઈને એનએસયુઆઈ યુનિવર્સિટીને આડ હાથ લીધી હતી. એનઆરઆઈ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શિફ્ટ કરાયા છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે રહેશે તો કોઈ ઘટના બને તો જવાબદારી કોની? તે પ્રશ્ન છે.

બનાવના દિવસે સિક્યુરિટી કર્મચારીઓની બેદરકારી સામે આવી છે, જેથી તેમની સામે પગલા લેવાવા જોઈએ. એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરી કુલપતિના રાજીનામાની પણ માગણી કરી હતી.

હુમલા પછી યુનિ.માં 70 એક્સ આર્મીમેન મુકાયા

નમાઝ પઢવાના મુદ્દે વિદ્યાર્થીઓ સાથે મારામારી અને તોડફોડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી ગાર્ડમાં એક્સ આર્મીમેનની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી યુનિવર્સિટીની સિક્યુરિટીમાં 20 એક્સ આર્મીમેન હતા, જેને વધારીને 70 કરાયા છે.

હોસ્ટેલમાં તોડફોડ કરનારા 5ને જામીન

હુમલો કરી તોડફોડ કરનાર 5 આરોપીઓને એડિશનલ સેશન્સ જજ એસ.જે.પંચાલે રૂ.15 હજારના શરતી જામીન પર મુકત કરવાનો આદેશ કર્યો છે. જામીન પર છુટેલા આરોપીઓમાં ભરત પટેલ, હિતેશ મેવાડા, સાહિલ દુધકીયા, ક્ષીતીજ પાંડે અને જીતેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓએ પોલીસ સ્ટેશને હાજરી પુરાવી પડશે. પાસપોર્ટ હોય તો જમા કરાવો. ભારત છોડીને જવું નહીં.