Gujarat

શ્રીજી પ્રભુના હોળી તેમજ ફૂલડોલની સેવામાં શ્રીવિશાલબાવા વલ્લભકુળ પરિવાર સહિત નાથદ્વારા પધાર્યા.

શ્રીજી પ્રભુના હોળી તેમજ ફૂલડોલની સેવામાં શ્રીવિશાલબાવા વલ્લભકુળ પરિવાર સહિત નાથદ્વારા પધાર્યા.

પુષ્ટિ માર્ગની મુખ્ય પીઠ પ્રભુ શ્રીનાથજીની હવેલીના તિલકાયતશ્રી ગો.ચિ.૧૦૮ શ્રી રાકેશજી (શ્રી ઇન્દ્રદમનજી) મહારાજ તેમજ ગો.ચિ.૧૦૫ શ્રીવિશાલજી (શ્રીભુપેષકુમારજી) બાવા ગોતી શ્રી લાલ બાવા સાથે વલ્લભ કુળ પરિવાર શ્રીજી પ્રભુ ના હોળી તેમજ ફૂલડોલ ની સેવામાં તા.૨૨-૩-૨૦૨૪ ના રોજ શ્રીનાથ દ્વારા પધાર્યા.નાથદ્વારા પધાર્યા. તા.૨૩-૩-૨૦૨૪ ના શ્રીજીપ્રભુને ધરાયેલા ૫૬ ભોગ મનોરથના પ્રસંગે શ્રીજી પ્રભુના લાડલા લાલ સહિત લાડ લડાવી ૫૬ ભોગ આરોગાવશે. આજના પ્રસંગે વલ્લભ કુળ પરિવારના સભ્યો શ્રીમતી રાજેશ્વરી બહુજી, શ્રીમતી દિક્ષિતા બહુજી, બેટીજી આરાધિકાજી, શ્રીમતી પદ્મિની રાવ બેટીજી, શ્રીમતી પ્રિયંવદા બેટીજી પણ નાથદ્વારા પધાર્યા. આ ૫૬ ભોગના મુખ્ય મનોરથી અમદાવાદના વૈષ્ણવ શ્રી નિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહેલ.
ભવ્ય છપન્ન ભોગ મનોરથમાં શ્રીજી પ્રભુના લાડલા લાલ શ્રીનવનીતજી પ્રિયાજી પણ પધારશે. જ્યાં વિશાલબાવા પ્રભુને છપન્ન ભોગ ધરાવશે. શ્રીવિશાલબાવાના આગમનથી મંદિરના અધિકારી શ્રી સુધાકર ઉપાધ્યાય, મંદિરના મુખ્ય વ્યવસ્થાપક ભારત ભૂષણ વ્યાસ, તિલકાયતશ્રીના મુખ્ય સલાહકાર અંજન શાહ, મદદનીશ અધિકારી અનિલ સનાઢ્ય, મંદિર મંડળ બોર્ડના સદસ્ય સમીર ચૌધરી,, સી.ઈ.ઓ. મહિપાલ ભારદ્વાજ, સંપદા અધિકારી ઋષિ પાંડે, તિલકાયતના સચિવ લીલાધર પુરોહિત, મિડિયા પ્રભારી પી.આર.ઓ. ગિરિશ વ્યાસ, રાજેશ્વર ત્રિપાઠી, ઉમંગ મહેતા, ઓમ પ્રકાશ જલંધરા, જમાદાર હર્ષ સનાઢ્ય, કૈલાશ પાલિવાલ, મોતી મહલ નિગરા, ગોપી વર્મા, પ્રતિક, આશિષ, દેવેશ, દિવ્યા તેમજ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના વૈષ્ણવજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. તેમ વિસાવદરના પ્રતિનિધિ કેયુરભાઈ અભાણીની અખબારી યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર

IMG-20240324-WA0092-1.jpg IMG-20240324-WA0093-0.jpg